માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી ગુમ થયેલી ગુંદી કુવા ગામની પરિણીતા પાંચ માસ બાદ પોતાના પુત્રને લેવા આવતા પોલીસે પરણિતાને ઉપરાંત તેના પતિ સહિત સાસરિયાઓ વચ્ચે સમાધાન કરાવી પતિ સાથે રહેવા રાજી કરી હતી અને પરિવારને તૂટતા બચાવ્યું હતું.
ઉમરપાડા તાલુકાના ગુંદી કુવા ગામની મરિયમ ઇનેશભાઈ વસાવા ઉંમર વર્ષ 28 પતિ સારી રીતે રાખતો નહીં હોવાથી કંટાળીને એક બાળક ઝંખવાવ ગામેથી ચાલી ગઈ હતી. તારીખ 29/ 7/ 2021 ના રોજ ઝંખવાવ ગામે થી તેની એક સંબંધી મહિલા સાથે મરીયમબેન વસાવા ક્યાંક ચાલી ગઇ હતી.
આ સંદર્ભમાં પતિ ઇનેશભાઈ વસાવા એ માંગરોળ પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુમ થયેલી મહિલાની શોધખોળ હાથ ધરવા ઉપરાંત પરિવાર ને જણાવ્યું હતુ કે, પરિણીતાનો ફોન આવે ગુસ્સો કરશો નહીં અને તારા બાળકો તને ખૂબ યાદ કરે છે તેવુ કહેવા જણાવ્યું હતું ત્યારબાદ લાંબા સમય પછી એક દિવસ પરિણીતાનો તેના સસરા પર ફોન આવ્યો હતો આ સમયે પોલીસની સુચના મુજબ પરિવાર ના સભ્યોએ વાત કરતા બાળકોના મુદ્દે પરિણીતા લાગણીવશ બની હતી અને મારા બાળકો મને પાછા આપી દો એવું કહ્યું હતું હું બાળકોને લેવા આવું તેઓ જવાબ આપતા પરિવારજનોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ની સુચના મુજબ સસરાએ બાળકો આપી દેવાનું કહ્યું હતું અને બાળકોને લેવા માટે માંડવી બસ ડેપો પર પરિણીતાને બોલાવવામાં આવી હતી આ સમયે આ કેસની તપાસ કરનાર અમલદાર અ.હે.કો.યોગેશભાઈ બાલુભાઇ, અને અન્ય સહયોગી પોલીસ કર્મચારીઓ માંડવી એસ ટી બસ ડેપો ખાતે પહોંચી ગયા હતા ગુમ થયેલ મહિલાના વર્ણન મુજબ ની સ્ત્રી પોલીસની નજરે પડતાં તેને ઓળખી લઈ તપાસ કરતા મરિયમબેન ઇનેશભાઈ વસાવા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તેની અટક કરી પોલીસ મથક ખાતે લઇ આવી હતી અને પૂછપરછ કરતા પતિ સારી રીતે રાખતો નહીં હોવાથી જાતે ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું પાંચ માસના સમય બાદ પરિણીતા પરત ઘરે આવતા પરિવારમાં ખુશી વ્યાપી ગઇ હતી તે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.