મારમાર્યો:કેવડી કુંડમાં ઘરના વાડામાં વાડ કરતા કાકાએ ભત્રીજાને મારમાર્યો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળનાં કેવડીકુંડ ગામે ઘરના વાડામાં વાડ કરવા બાબતે કાકાએ ભત્રીજા ને લાકડી અને પથ્થરો વડે હુમલો કરી માર મારતા કાકા વિરુદ્ધ ભત્રીજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માંગરોળ તાલુકાનાં કેવડીકુંડ ગામે ભાથીજી મંદિર ફળિયામાં રહેતા કમલદાસ મોતીભાઈ વસાવા (ઉ.વ.૩૦) ઘરનાં પાછળનાં વાડામાં કાંટાળી વાડ કરી રહ્યા હતાં ત્યારે પાડોશમાં રહેતા કાકા ચેતન બામણાભાઈ વસાવા ત્યાં આવ્યો હતો અને “તું તારી જેટલી જગ્યા હોય એટલી જ જગ્યામાં વાડ કરજે” એવું કહીને જતો રહ્યો હતો.

બીજા દિવસે સવારે વાડ કોઈ એ હટાવી દેતા ફરીથી વાડ કમલદાસ કરી રહ્યો હતો ત્યારે ચેતનભાઈ વસાવા ત્યાં પહોંચ્યો હતો અને કમલદાસ ને ગાળો આપી લાકડી વડે હુમલો કરી માથાના ભાગે સપાટો મારી દીધા હતો અને ઝપાઝપી કરી ઉશ્કેરાઇને બાજુમાં પડેલી ઈંટ કમલદાસને માથાના ભાગે મારી દેતાં કમલ દાસ લોહીલુહાણ થઈ ગયો હતો આ સમયે કમલદાસની પત્ની અને અન્ય મહિલાઓએ દોડી આવી તેને વધુ માર માંથી બચાવ્યો હતો.

ચેતનભાઈએ ઘરમાં જતાં જતાં “કહ્યું કે તુ આજે તો બચી ગયો છે. હવે પછી તું તકરાર કરશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. માથાનાં ભાગે ઈજા થતાં કમલદાસને ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.કમલદાસ વસાવા એ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...