તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઝંખવાવ ઘોડબાર માર્ગ પર ટ્રેક્ટર ચાલકે બાઈકચાલકને અડફેટે લીધો

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીના યુવકને ઇજાઓ થતાં સારવાર માટે સુરત ખસેડાયો

માંગરોળ તાલુકાના ઝંખવાવ ઘોડબાર માર્ગ પર મામા ફળિયા નજીક ટ્રેકટર ચાલકે બાઈક ચાલક યુવકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી.

ઉમરપાડાના વાડીગામનાં રેટા ફળિયાનો વિશાલભાઈ વસાવા બાઇક લઈને સાસરીમાં ઘોડબાર જઇ રહ્યો હતો ત્યારે રાત્રીના સમયે ઘોડબાર ગામ તરફથી લાલ ટ્રેકટરનો ચાલક ગફલત ભરી રીતે પૂર ઝડપે હંકારી આવી રહ્યો હતો. ટ્રેક્ટરની પાછળ જોડેલ કલ્ટીવેટર બાઈક સાથે ભટકાતા બાઈકચાલક વિશાલભાઈ રસ્તા પર પટકાયો હતો અને પગે ફ્રેક્ચર થયું હતું તેમ જ પેટના ભાગે ઇજાઓ થઇ હતી. ત્યારબાદ સ્થળ ઉપરથી ટ્રેકટર ચાલક ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત વિશાલભાઈ વસાવાને અકસ્માત થયો હોવાની જાણ પરિવારજનોને થતાં સરપંચ પંકજભાઈ ચૌધરી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને 108 એમ્બ્યુલન્સ બોલાવી સુરત લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વિશાલભાઈના સાળા રિગનેશભાઈ વસાવા રહે. ઘોડબાર દ્વારા અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડી ભાગી છૂટેલા અજાણ્યા ટ્રેક્ટરચાલક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં માંગરોળ પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...