કાર્યવાહી:શરદાથી સ્ટેટ મોનીટરીંગ સેલે 2 લાખના દારૂ સાથે બે પકડ્યા

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના શરદા ગામેથી ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે આરોપીઓ સાથે ₹ 2,11,380નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો. આ ગુનામાં વાહન અને અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂપિયા 7,21,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીને આધારે ઉમરપાડા તાલુકાના શરદા ગામે ધારાસિંગ ગીબાભાઈ વસાવાના ઘરે રેડ કરી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ કબજે લીધો હતો.

દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નવાપુરના એલ કે વાઇન શોપમાંથી મહિન્દ્રા ટી યુ સી G J.12 D A 5521 ગાડીમાં સરણભાઈ તુલસીભાઈ વસાવા રહે. મોસ્કુટ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા અને અમરસિંગ નારસિંગ વસાવા રહે શરદા તા. ઉમરપાડા જિલ્લો સુરત દ્વારા લાવવામાં આવ્યો હતો.

ઉપરોક્ત ઇસમો દારૂનું કટિંગ કરવાની ફિરાકમાં હતા. ત્યારે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા બંને ઇસમ ઝડપાઇ ગયા હતા, જ્યારે આ ગુનામાં મદદગારી કરનારા ચંદ્રસિંહ રામાભાઈ વસાવા (શરદા) તેની પત્ની ગીતાબેન ચંદ્રસિંહ વસાવા (રહે શરદા) અજાણ્યો ગાડીનો ડ્રાઈવર તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર નવાપુરનો એક મારવાડી ઇસમ અને ધારાસિંગ વસાવા રહે.શરદા સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ગુના સંદર્ભમાં સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ રમણભાઈએ ઉમરપાડા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...