ગ્રામ પંચાયતની ચૂંટણી:માંગરોળ તાલુકામાં 53 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવ્યા

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ સમર્થિત 36 સરપંચો અને કોંગ્રેસના 15થી વધુ સરપંચો વિજેતા બન્યાં

માંગરોળ તાલુકામાં યોજાયેલી 53 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ૩૬ જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ ચૂંટાયા છે જ્યારે ૧૫ જેટલી ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો ચુંટાઈ આવ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે. તાલુકા મથક માંગરોળની એસ પી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગ્રામ પંચાયતોની મતગણના શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપ સમર્થિત મનાતા કેટલાંક ગામના સરપંચના ઉમેદવારો સામે કોંગ્રેસના મનાતા સરપંચના ઉમેદવારો વિજેતા થયા હતા જેમાં લીંબાડા ગ્રામ પંચાયતમાં કામિનીબેન વસાવાનો 80 મતે વિજય થયો હતો.

ખરેડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંગીતાબેન ચૌધરી 65 મતે, થયો કોઠવામાં અશોકભાઈ વસાવા 250 મતે, વિજય બોરસદથી દેગડીયામાં વનીતાબેન ગામીત 253 મતે, વિજેતા કોસાડી ગામે ઉર્મિલાબેન વસાવા 791 મતે, વેલાછા ગામે કનુભાઈ રાઠોડ 360 મતે, રણકપોર ગામે ધર્મેન્દ્રભાઈ વસાવા 66 મતે, લુવારા ગામે હંસાબેન 252 મતે વિજેતા થયા હતા. કોંગ્રેસ તરફી 17 જેટલા સરપંચો વિજેતા બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યારે ભાજપ તરફી 36 જેટલા સરપંચો વિજેતા બન્યા છે.

ડુંગરી ગામે સવિતાબેન ગામીત 564 મતે, રતોલા ગામે હસમુખભાઈ ચૌધરી 35 મતે, ભીલવાડા ગામે જોસનાબેન વસાવા 160 મતે, ઝાખરડા ગામે જગદીશભાઇ વસાવા 13 મતે, જ્યારે સભ્ય પદના ઉમેદવાર પ્રકાશભાઈ ગામીત અને સંજયભાઈ વચ્ચે ટાઈ થતાં ચિઠ્ઠી ઉછળતા પ્રકાશભાઈ વસાવા વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર એકમાં યાસ્મીન મલેક માત્ર એક મતે વિજેતા બન્યા હતા. વેલાછા ગામે કનુભાઈ રાઠોડે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ રાઠોડ સહિતના ધુરંધરોને 360 મતે હાર આપી હતી.

ઇસનપુર ગામે છેલ્લા 15 વર્ષથી વિજેતા બનતા ગુપતભાઈ વસાવાને હરિવદનભાઈ ચૌધરીનો 350 મતે હાર આપી હતી. પાલોદ ગ્રામ પંચાયતમાં દિનેશભાઈ આહિરે ત્રણ ટર્મથી ગ્રામ પંચાયતના કબજો ધરાવતા ઉમેદવાર મુસ્તાકભાઈ શેખને 263 મતે હાર આપી હતી. વેરાકુઈ ગ્રામ પંચાયતમાં મીનાબેન ગામીતે તમામ વોર્ડ જીતી 382 મતે વિજેતા થયા હતા. લવેટ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી સર્જાઇ હતી. છેલ્લા દસ વર્ષથી સરપંચ પદે મનોજભાઈ વસાવાનો 6 મતે વિજય થયો હતો. સામેના ઉમેદવાર કિરણ ચૌધરીએ રીકાઉન્ટિંગ માંગતા મનોજભાઈ 7 મતે વિજેતા થયા હતા.

કોઠવા ગ્રામ પંચાયતમાં નાની પારડી ગામે જીગ્નેશભાઈ વસાવાનો 6 મતે વિજય થયો છે. હરસણી ગામે સુરેશભાઈ વસાવા, ગીજરમમાં કમુબેન વસાવા 54 મતે, આમનડેરામાં હંસાબેન વસાવા, આંબાવાડીમાં રીટાબેન ચૌધરીનો 856 મતે ભવ્ય વિજય થયો હતો. સૌથી મોટી ગણાતી કોસંબા ગ્રામ પંચાયતમાં યાસ્મીનબેન દાવજીનો 4 હજારથી વધુ મતે ઝંખવાવમાં સંગીતાબેન ચૌધરીનો 700થી વધુ મતે, નાની નરોલીમાં રૂપસિંગભાઈ વસાવા કાંટાની ટક્કર વચ્ચે 142 મતે વિજેતા થયા હતા, જ્યારે અબ્દુલ દિવાનનો સભ્ય પદે માત્ર 2 મતે વિજય થયો હતો.

હથોડા ગ્રામ પંચાયતમાં અફસાના મહમદ હુસેન આરફ 180 મતે ભવ્ય વિજય થયો હતો. વડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ ભુપેન્દ્રભાઈ ચૌધરીનો 245 મતે વિજય થયો હતો. મોસાલી ગ્રામ પંચાયતમાં મકસુદ માંજરાના નેતૃત્વ વાળી પેનલના સરપંચ ઉમેદવાર સવિતાબેન વસાવાનો 480 મતે ભવ્ય વિજય થયો હતો.

પીપોદરા ગામ પંચાયતની ચૂંટણીમાં મિહિર પટેલનો વિજય થયો હતો. હથુરણ ગામ અબ્બાસ બોડીના નેતૃત્વ હેઠળ ગણેશભાઈ વસાવાનો 1001 મતે વિજય થયો હતો. વસરાવી ગામે ઉર્વશીબેન વસાવા, નોગામા ગામે ઉષાબેન વસાવા, મહુવેજ ગામે સીતાબેન વસાવા, આંકડોદ ગામે જશુબેન વસાવાનો સરપંચ પદે વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...