માગ:જોળવા દુષ્કર્મ હત્યાના વિરોધમાં ગૃહ મંત્રીનુ રાજીનામું મંગાયું

વાંકલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ કોંગ્રેસનો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાનો આક્ષેપ

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પલસાણા તાલુકાના જોળવા ગામે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના વિરોધમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છેજોળવા ગામે નરાધમોએ 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી

આ ઘટનાના વિરોધમાં માંગરોળ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગૌતમીબેન વસાવા ના નેતૃત્વ હેઠળ સ્થાનિક આગેવાનો કોંગ્રેસ પ્રમુખ શામજીભાઇ ચૌધરી, રમણભાઈ ચૌધરી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા સુરેશભાઈ વસાવા રૂપસિંગ ગામીત, મનિષ વસાવા વગેરે આગેવાનો એ ફરજ પરના નાયબ મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરી જણાવ્યું કે જોળવાની 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીઓને કડક સજા કરવામાં આવે જ્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના છે છતાં તેઓ પોતાના જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ગૃહ મંત્રી તરીકે સદંતર નિષ્ફળ રહ્યા છે. તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહ મંત્રી પદેથી ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...