આવેદન:પાસ્ટર દ્વારા તરુણી પર દુષ્કર્મ આચરવાની ઘટનાનો વિરોધ થયો

વાંકલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ ધર્મ જાગરણ મંચ દ્વારા મામલતદારને આવેદન અપાયું‎

માંગરોળ માં ધર્મ જાગરણ સંગઠન અને આર એસ એસ દ્વારા સોનગઢ માં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાના વિરોધમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું માંગરોળ તાલુકા ર્ધર્મ જાગરણ સંગઠનના સંયોજક ધર્મેશભાઈ વસાવા આર એસ એસ ના કાર્યવાહક જગદીશ પટેલ એ બી વી પી ના મિહિર પ્રજાપતિ અંકિત પટેલ વગેરે દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપરત કરી જણાવ્યું કે તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાની સગીરા સાથે ઓળખાણ બનાવી પાસ્ટર દ્વારા વારંવાર દુષ્કર્મ કરી બાળકીને પીંખી નાખવામાં આવેલ અને તેની સાથે તેની પત્ની દ્વારા સગીર બાળકી સાથે થતા દુષ્કર્મની ઘટનાના ફોટા નરાધમની પત્ની દ્વારા પાડવામાં આવેલા આ ઘટના હાલમાં સામે આવેલ છે

જે આરોપીઓ સામે સખત પગલા ભરી કાર્યવાહી કરવા મા આવે. તાપી જિલ્લો આદિવાસી સમાજની બહુલક વસ્તી ધરાવતો વિસ્તાર છે નાબાલીક બાળકીઓ તથા સ્ત્રીઓ ઉપર વિધર્મીઓ દ્વારા અવારનવાર બળાત્કાર કરવાની, મુળ ધર્મ વિરોઘી પ્રવૃતિઓ કરવાની તથા હેરાન-પરેશાન કરવા બાબતની ઘટનાઓ સામે આવી રહેલ છે ત્યારે તંત્ર દ્વારા આવા ઘાર્મિક કેન્દ્રો ઉપર થતી સૃષ્ટિ વિરૂધ્ધની પ્રવૃતિઓને કારણે કાયમ માટે આવા કેન્દ્રોને સીલ કરી સરકાર હસ્તક કરી લેવા અમારી માગ છે.

આવી ઘટનાઓ સામે તંત્રએ લાલ આંખ કરવાની જરૂર છે તથા સગીરો ઉપર દૂષ્કર્મ કરવા જેવી ઘટનાઓમાં સંડોવાયેલ આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા તેવી ઘટનાઓ પાછળના મુખ્ય મહોરાઓને સમાજ સામે ઉજાગર કરવામાં આવે આપણા તાલુકામાં ઘર્માતરણ અને ચર્ચ માં થતી આર્થિક તથા જાતીય શોષણની પ્રવૃતિઓ ઉપર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં નહી પરિસ્થિતિ બગડે તેમ છે ઉપરોકત ઘટનાની ઝડપથી અને નિષ્પક્ષ તપાસ કરવામાં કચાશ રખાશે તો આગળ જતા શાંતિ ડહોળાય અને આંદોલનનું સ્વરૂપ લે તો તેની જવાબદારી તંત્રની રહેશે.

અન્ય સમાચારો પણ છે...