તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કંટવાવમાંથી પસાર થતી ધંધાદારી ટ્રકની અવરજવર પર પંચાયતે પ્રતિબંધ મૂક્યો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયપાસ રસ્તો હોવા છતાં ટ્રકો ગામમાંથી પસાર કરતા અકસ્માતનું જોખમ

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે ગામની મધ્ય માંથી પસાર થતી ધંધા ધારી ઓવર લોડેડ ટ્રકની અવર જવર ગ્રામજનો માટે જોખમી બનતાં ગ્રામ પંચાયતે પ્રતિબંધ મૂકી ટ્રકની અવરજવર બંધ કરાવી છે.કંટવાવ નજીક ધંધાદારી ટ્રકની અવરજવર માટે બાયપાસ રસ્તો હોવા છતાં રસ્તાનો ઉપયોગ ધંધાદારી ટ્રક ચાલકો કરતા નથી અને ગામમાંથી ટ્રકો પસાર કરે છે, જેથી અકસ્માતો સર્જાય છે અને મહત્વની બાબત એ છે કે ગામની મધ્યમાં માર્ગની સાથે જ શાળા છે.

ભારે વાહનોની અવર-જવર વચ્ચે બાળકો જીવના જોખમે શાળાએ આવતા હોય છે તેમજ ગામ લોકોની પણ અવર જવર વધુ હોય છે, જેથી બાળકો અને ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજિંદી પસાર થતી કપચી ભરેલી ઓવરલોડ ટ્રકથી નવા રસ્તાને નુકસાન થઇ રહ્યું છે. આ સંદર્ભમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ફરિયાદ કરી હતી.

આખરે ગ્રામજનોના હિતમાં સરપંચ તારાબેન ચૌધરી અને સભ્યોએ સંયુક્ત રીતે નિર્ણય કરી ગામમાંથી પસાર થતા ધંધાધારી મોટા વાહનોની અવરજવર બંધ કરવા નિર્ણય લીધો છે. નિયમનો ભંગ કરનાર વાહનચાલક વિરુદ્ધ ગ્રામપંચાયત કાર્યવાહી કરશેે.

રહેણાંક વિસ્તારમાં ઓવરલોડ ટ્રક ત્રાસરૂપ
ઉપ સરપંચ રાજુભાઈ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ધંધાદારી ઓવરલોડ વાહનો માટે બાયપાસ રોડની વ્યવસ્થા હોવા છતાં ગામમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક શાળાના ગેટથી માત્ર બે ફૂટ દૂર રસ્તો છે ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે, જેથી બાળકો માટે મોટું જોખમ છે એ જ રીતે મોટા વાહનો કાયમી ધોરણે દોડતા હોવાથી ગામના લોકો માટે પણ ત્રાસરૂપ બની છે ગ્રામ પંચાયતે હાલ લોક ફરિયાદને ધ્યાનમાં લઇ ધંધાદારી મોટા વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...