ઉઠાંતરી:નંબર પ્લેટ ફિટ કરવા નવી બાઇક શો રૂમમાં લઇ ગયા ને ચોરાઇ ગઇ

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝંખવાવમાં શો રૂમના પાર્કિંગમાંથી બાઇકની ઉઠાંતરી

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલા એક ઓટો શો રૂમમાં એક ગ્રાહક પોતાની નવી બાઇક લઇ તેની નંબર પ્લેટ ફિટ કરાવવા આવ્યો હતો. આ દરમિયાન શો રૂમના પાર્કિંગમાં મૂકેલી બાઇકની કોઇ ઉઠાંતરી કરી જતા જતા માંગરોળ પોલીસ માં ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે.

ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા અરવિંદભાઇ મણીલાલ ચૌધરી એ ઝંખવાવ માંડવી રોડ પર આવેલ ઇન્ડિયા ઓટો શોરૂમ માંથી 86 હજાર રૂપિયાની નવી હીરો સ્પેન્ડર પ્લસ બાઇક ખરીદી હતી ત્યારબાદ બાઈક ની નંબર પ્લેટ લગાવવા માટે તેઓ શો રૂમ પર આવ્યા હતા આ સમયે શોરૂમના પાર્કિંગમાં પોતાની બાઇક મૂકી હતી પરંતુ બાઈક માંથી ચાવી કાઢવા નું ભૂલી ગયા હતા નંબર પ્લેટ માટે કારીગર સાથે તેઓ શોરૂમમાં વાતચીત કરવા ગયા હતા ત્યારે પાર્કિંગમાં મૂકેલી બાઈક અજાણ્યો ઇસમ લઇને ફરાર થઇ ગયો હતો ચોરીની ઘટના સંદર્ભમાં અરવિંદભાઇ મણીલાલભાઈ ચૌધરી એ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...