સહાય:માંગરોળ કોંગ્રેસે કોરોના મૃતક 275 લોકોના સહાય ફોર્મ પ્રદેશ પ્રમુખને સુપ્રત કર્યા

વાંકલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને 4 લાખની સરકારી સહાય અપાવવા પ્રયાસ

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા 275 લોકોના પરિવાર ને સરકારી સહાય અપાવવા માટે ભરેલા ફોર્મ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સુપ્રત કર્યા હતા. માંગરોળ તાલુકામાં ચાલુ વર્ષે કોરોનાથી ઘણા લોકોના મૃત્યુ થયા હતાં ઉપરોક્ત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ચાર લાખની સરકારી સહાય અપાવવા માટે માંગરોળ તાલુકા સમિતિના આગેવાનો એ દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ સરકારી સહાય મેળવવા અંગેના ફોર્મ ભર્યા હતા.

સહાય ફોર્મના સેટ સંપૂર્ણ ભરીને તૈયાર કર્યા બાદ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસ એસ સી સેલના પ્રમુખ દીપકભાઈ પરમાર સહિતના આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ને 275 જેટલા કોરોનાથી અવસાન પામેલા વ્યક્તિઓના ફોર્મ સુપ્રત કર્યા હતા.

હાલમાં તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા વ્યક્તિના ફોર્મ ભરવાની કામગીરી કોંગ્રેસ સમિતિના આગેવાનો કરી રહ્યા છે. કોરોના વાયરસથી અવસાન પામેલા વ્યક્તિના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય સરકાર વહેલી તકે ચૂકવવામાં આવે તેવા પ્રયાસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...