તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મોટાભાઈએ કેરી તોડવા ના પાડતા નાનાભાઈ સહિત ચારનોે હુમલો

વાંકલ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમરપાડા નવી વસાહતના વડગામમાં બનેલી ઘટના

ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડગામના ઉબા ટેબા ફળિયામાં મોટાભાઈએ આંબાના ઝાડ પરથી કેરી નહીં તોડવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા સગા નાનાભાઈ અને અન્ય ત્રણ ઈસમોએ લાકડી વડે હુમલો કરી માર મારતા ચાર ઈસમો વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડગામના ભરતભાઈ મોવલીયાભાઈ વસાવા પોતાના ખેતરે હતા ત્યારે આકાશ અમરસિંહ વસાવા અને મહેશ અરવિંદ વસાવા બંને ઇસમો ખેતરમાં આવી રહ્યા હતા. તેઓ આંબ પરથી કેરી તોડી રહ્યા હતા આ વાતે ભરતભાઈએ તેમને આંબા ઉપરથી કેરી નહીં તોડવાનું કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ સમયે ભરતભાઈનો સગો નાનોભાઈ રમેશભાઈ મોવલીયાભાઈ વસાવા અને તેનો પુત્ર ઉમેશ વસાવા બંને લાકડી લઈને દોડી આવ્યા હતા અને કોઈપણ જાતનું કારણ જાણ્યા વિના ભરતભાઈને પગમાં લાકડીના સપાટા મારી ભરતભાઈને જમીન પર પાડયા હતા.

તેમજ ચાર ઈસમોએ ગડદાપાટુ માર મારી રહ્યા હતા. ત્યારે ભરતભાઈની પત્ની નાજુબેન અને તેનો પુત્ર મિથુન બંને આવી જતા ભરતભાઈને બચાવ્યા હતા. ત્યારબાદ ચારેય ઈસમો મારીને કૂવામાં ફેંકી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.

ભરતભાઈને બંને પગે ઇજા થતા તેઓ ચાલી શકતા ન હતા. જેથી તેમનો પુત્ર મિથુન 108ની મદદ લઇ પિતાને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો અને વધુ સારવાર માટે માંડવીની એક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ભરતભાઈ મોવલીયાભાઈ વસાવા પર હુમલો કરનારા ચાર ઇસમો વિરૂધ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો