તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ભાણેજને ઠપકો આપતા રોકનાર નાના પર મોટાભાઇએ કુહાડીથી હુમલો કર્યો

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરપાડા તાલુકાના મૌલી પાડા ગામે બનેલી ઘટના

ઉમરપાડા તાલુકાના મૌલીપાડા ગામે ભાણેજને હું ઠપકો આપતો હતો ત્યારે તે વચ્ચે મને કેમ રોક્યો એવું કહી મોટા ભાઇએ નાનાભાઇ ઉપર કુહાડીથી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોટાભાઈ વિરુદ્ધ નાનાભાઈએ ફરિયાદ નોંધાવી છે.

નરેશભાઈ જેમુભાઈ વસાવા પોતાના ઘરે હતો ત્યારે તેના બનેવી રમેશભાઈ ટેડગીયાભાઈ વસાવા ગાય બાંધવા બાબતે તેમના પુત્ર સાથે બોલા ચાલી કરી રહ્યા હતા આ સમયે નશો કરેલી હાલતમાં ધરમદાસભાઈ જેમુભાઈ વસાવા ત્યાં આવ્યો હતો ત્યારે બનેવી અને ભાણેજ વચ્ચે થયેલા ઝઘડા બાબતે ભાણેજને ઠપકો આપવા લાગ્યો હતો આ સમયે તેનો સગા ભાઈ નરેશભાઈએ જણાવ્યું કે તુ ભાણેજને શા માટે ઠપકો આપે છે.

બંને પિતા-પુત્ર વચ્ચે આવી સામાન્ય બોલાચાલી કાયમી થતી હોય છે એવું કહેતા મોટો ભાઈ ધરમદાસ નશામાં ગુસ્સે થયો હતો પોતાના ઘરેથી કુહાડી લઈ આવી નરેશભાઈ ઉપર હુમલો કરી હાથમાં કુહાડી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ધરમદાસ જતો રહ્યો હતો. 108ની મદદથી નરેશભાઈને સારવાર માટે ઉમરપાડા લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી ધરમદાસ જેમુભાઈ વસાવા વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકમાં નરેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...