તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઝંખવાવના ગુમ વૃદ્ધની લાશ બલાલકુવા નજીક જંગલમાં મળી

વાંકલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક તપાસમાં વૃદ્ધનું મોત પાણી વિના થયું હોવાનું જણાયું

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી 12 દિવસ પહેલા ગુમ થયેલા 70 વર્ષીય વૃદ્ધની લાશ ઉમરપાડના ખાતરા દેવી બલાલકુવા નજીક જંગલમાંથી મળી હતી.ઝંખવાવ ગામના ટાંકી ફળિયામાં રહેતા ભીખુભાઈ સુરજીભાઈ ચૌધરી નું મગજ અસ્થિર હોવાથી તારીખ 19 મી ના રોજ ઘરેથી ચાલી નીકળ્યા હતા ત્યારબાદ પરિવાર સભ્યો એ વૃદ્ધની શોધખોળ વિસ્તાર શરૂ કરી હતી.

પરંતુ તેમનો ક્યાંય પત્તો ન મળ્યો હતો આ સંદર્ભમાં તેમણે જાણવા જેવુ ફરિયાદ પોલીસ મથકમાં આપી હતી બાર દિવસ બાદ ભીખુભાઈ સુરજીભાઈ ચૌધરી ની લાશ ઉમરપાડા તાલુકાના બલાલકુવા ખાતરા દેવી વચ્ચેના જંગલમાંથી એક સાગના ઝાડ નીચેથી મળી આવી હતી.

સ્થાનિકો દ્વારા મૃતદેહ સંદર્ભમાં પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે સ્થળે પહોંચી મરણ જનાર અંગે તપાસ શરૂ કરી હતી. તપાસમાં લાશ ઝંખવાવના ભીખુભાઈ ચૌધરીની હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં વૃદ્ધનું મોત પાણી વિના થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત બાબતે મરણ જનારના પુત્ર કિરણભાઈ ભીખુભાઈ ચૌધરીએ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...