તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સુરત જિલ્લાને હરીયાળો બનાવવા 24 લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્યાંક

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વૃક્ષારોપણ કરતા મંત્રી આર.સી.ફળદુ. - Divya Bhaskar
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વૃક્ષારોપણ કરતા મંત્રી આર.સી.ફળદુ.
  • માંગરોળના વાંકલમાં સુરત જિલ્લાનો 72મો વન મહોત્સવ યોજાયો
  • વન સંરક્ષણની સાથે પર્યાવરણની સમતુલા રાખવી આપણું કર્તવ્ય : કૃષિ મંત્રી

ધરતીને વૃક્ષોથી હરિયાળી કરવાના આશયથી દર વર્ષની જેમ આ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે કૃષિ, ગ્રામ વિકાસમંત્રી આર. સી. ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો 72મો વન મહોત્સવ યોજાયો હતો. સરકારી સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણની સમતુલા રાખવીએ માનવીનું કર્તવ્ય છે. માનવીના જીવન જીવવાની આધારશીલા વૃક્ષો છે. વૃક્ષો અંગારવાયુ ગ્રહણ કરીને આપણને પ્રાણવાયુ પુરો પાડે છે.

કોરોના કાળમાં આપણને ઓકિસજનની મહત્વ સમજાયું છે ત્યારે ઓકિસજન આપનારા વૃક્ષોની જાળવણી કરવી જરૂરી છે. સુરત જિલ્લામાં 24 નર્સરીઓમાં 24 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે ત્યારે તેનો મહત્તમ લાભ લઈને ઘર આંગણે, ખેતરના શેઢા-પાળા, નદીના કાંઠા વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો. માનવીના જન્મથી લઈને મૃત્યૃ સુધી દરેક ક્રિયાઓમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. વૃક્ષોથકી જ જમીનમાં ભેજ સંરક્ષણ અને ફળદ્રુપતા વધારો થાય છે.

આપણે જેમ વહાલસોયા સંતાનોના ઉછેર કરીએ છીએ તેમ વૃક્ષોનો ઉછેર અને સંવર્ધન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. બાલ્યાકાળના સ્મંસરણો યાદ આવતા હોય છે તેમાય ખાસ કરીને વતનના વૃક્ષોની યાદ આવતી હોય છે. જેથી વૃક્ષોનું વાવેતર કરીને ધરતીને હરિયાળી કરવાનો સંકલ્પ લેવા સૌને હાકલ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલે સુરત જિલ્લાને હરિયાળો બનાવવા માટે લોકો પરંપરાગત વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ જણાવ્યું કે, આ વર્ષે વનમહોત્સવમાં રસ્તા, ગૌચરની જમીનો, ખેડુતોની માલિકી જમીનોમાં 570 હેકટરમાં 4.46 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લાના 39 ગામોમાં વૃક્ષોની ધનતામાં 48 ટકા જેટલો વધારો થયો છે. વનીકરણ વિભાગ દ્વારા વિવિધ નર્સરીઓ ઉછેરવામાં આવેલા લાખો રોપાઓને નાગરિકો, સંસ્થાઓ, ખેડુતો રાહતદરે મેળવીને વૃક્ષોનું વાવેતર કરવા સૌને અપીલ કરી હતી.

શ્રેષ્ઠ કામગીરી કરનારા વનકર્મીનું સન્માન
આ અવસરે મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાની તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતોને પટ્ટી વાવેતરની ઉભા વૃક્ષોની હરાજી કરતા ઉપજેલ આવકના ચેકોનું વિતરણ તથા વન્ય પ્રાણી બચાવ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...