સન્માન:કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરતાં સૂત્રો યુવા કેન્દ્ર સુરત સંગઠનના રાષ્ટ્રીય યુવા વાહિનીના સ્વયંસેવકો દ્વારા લખાયા

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકા મથક ખાતે ધન્યવાદ કોરોના વોરિયર્સ કાર્યક્રમ અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર સુરત સંગઠનના રાષ્ટ્રીય યુવા વાહિનીના સ્વયંસેવકો એ જાહેર જગ્યાઓ ઉપર કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરતા સૂત્રો લખી તેમનું માન સન્માન કર્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર સુરત સંગઠન ઉમરપાડા બ્લોકના કાર્યકરો પ્રકાશ ભરવાડ ઋષિકેશ પંડ્યા, રાકેશ પારેખ, મેહુલ ભરવાડ વગેરે દ્વારા કોરોના વોરિયર્સ તરીકે કામ કરનારા ડોક્ટર નર્સ સફાઈ કામદાર પોલીસ જી.આર.ડી જવાનો એ રાત દિવસ અભૂતપૂર્વ સેવા આપી લોકોના જીવ બચાવવાની કામગીરી કરી છે. આ ઉમદા કામગીરીને બિરદાવવાના મૂળ હેતુથી તેમજ કોરોના વાયરસ પ્રત્યે લોકો જાગૃત બને તે માટે ઉમરપાડાના જાહેર સ્થળો ઉપર કોરોના વોરિયર્સનો આભાર માનતા સૂત્રો લખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...