તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:CMના આગમન પહેલા જ મુલાકાતનો સમય માંગનાર 7 કોંગી આગેવાનની અટક

વાંકલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકા કોંગ્રેસના અગ્રણી આગેવાનો માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, કોંગ્રેસ પ્રમુખ શામજીભાઇ ચૌધરી, મહામંત્રી રૂપસિંગ ગામીત, એડવોકેટ બાબુભાઈ ચૌધરી, શાહબુદ્દીન મલેક, પ્રકાશ ગામીત, ઠાકોરલાલ ચૌધરી સહિતના આગેવાનો દ્વારા માંગરોળ તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી ઉમરપાડા ખાતે સિંચાઈ યોજનાનું ભૂમિ પૂજન કરવા આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા માટે મંજૂરી માંગી હતી, તેઓએ તાલુકાના સળગતા પ્રશ્નો આ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે મંજૂરી માંગી હતી પરંતુ સરકારી તંત્ર દ્વારા કોંગ્રેસના આગેવાનોને મુખ્યમંત્રીને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ઉપરાંત વિરોધ પ્રદર્શનની બીકે માંગરોળના પોલીસે ઉપરોક્ત સાત આગેવાનોની વાંકલ વિશ્રામ ગૃહ ખાતેથી અટકાયત કરી હતી. બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ પણ પોલીસ દ્વારા સત્તાધારી પક્ષના ઇશારે કરવામાં આવેલી અટકાયતને વખોડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો