અટકાયત:માંગરોળમાં સુશાસનની ઉજવણીનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટક

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસનો મોટો કાફલો માંગરોળ ઉતારી દેવાયો, ના. પોલીસ વડા દોડી આવ્યા

માંગરોળ તાલુકા મથક ખાતે રૂપાણી સરકારના પાંચ વર્ષના સફળ સુશાસનની ઉજવણીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સરકારે પાંચ વર્ષ સફળ સુશાસન પ્રજાને આપ્યું હોવાના દાવા સાથે સરકાર અને ભાજપ પક્ષ દ્વારા ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા થતી ઉજવણીનો ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે, જેના ભાગરૂપે માંગરોળ તાલુકા મથક ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણીના વિરોધ માટે આયોજન થયું હતું.

પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ભરૂચના રાજેન્દ્રસિંહ રણા હાજર રહેતા તેમની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શામજીભાઇ ચૌધરી તાલુકા પંચાયત વિપક્ષ નેતા મોહનભાઈ કટારીયા માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી સહિત આગેવાનો દ્વારા ભાજપ સરકાર ઉજવણી વિરુદ્ધ બેનરો સાથે મોસાલી ત્રણ રસ્તાથી રેલી યોજવાનું આયોજન થયું હતું અને રેલી મામલતદાર કચેરી સુધી યોજાવાની હતી, જેમાં સરકારના નિષ્ફળ શાસનને ઉજાગર કરવા બેનરો પ્લેકાર્ડ સાથે વિરોધની તૈયારી હતી પરંતુ રેલીને પોલીસ અને સરકારી તંત્ર દ્વારા મંજૂરી નહીં અપાતા પોલીસ કાફલો મોટી સંખ્યામાં માંગરોળ ઉતારી દેવાયો હતો તેમજ નાયબ પોલીસ વડા ચંદ્રવિજયસિંહ જાડેજા માંગરોળ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...