રાજકીય ધડાકો:સુરત જિલ્લા યુવક કોંગ્રેસ મંત્રી અને યુથ કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ભાજપમાં જોડાયા

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનેલા નારસિગભાઈ વસાવા ના પુત્ર કિરીટભાઈ વસાવા અને યુથ કોંગ્રેસના પ્રમુખ સ્નેહલ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાતા મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા એ બંને કોંગ્રેસ કાર્યકરોને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારતા ઉમરપાડા તાલુકામાં મોટો રાજકીય ધડાકો થયો છે

કિરીટભાઈ વસાવા ઉમરપાડા તાલુકાના રાણી કુંડ ગામના વતની છે તેઓ સુરત જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી તરીકે કોંગ્રેસ પક્ષમાં કામ કરી રહ્યા હતા અને મહત્વની બાબત એ છે કે તેમના પિતા નારસિંગભાઈ વસાવા 2017 વિધાનસભા ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડયા હતા. જ્યારે માંગરોળ વિધાનસભા બેઠકના યુથ કોંગ્રેસના પ્રમુખ અને ચારણી ગામના યુવા કાર્યકર સ્નેહલભાઈ ખાનસિંગભાઈ વસાવા સહિત બંને યુવા કાર્યકરો ભાજપમાં જોડાતા મંત્રી ગણપતભાઈ વસાવા એ વિધિવત રીતે તેઓને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. યુવક કોંગ્રેસના બંને યુવા કાર્યકરો ભાજપમાં જોડાતા ઉમરપાડા તાલુકા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના નેતૃત્વ હેઠળ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. વધુમાં આદિવાસી વિસ્તારમાં સિંચાઇનું પાણી શિક્ષણ આરોગ્ય પાકા રસ્તાની સુવિધા મળી રહી છેં.

અન્ય સમાચારો પણ છે...