તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંગરોળ તાલુકાની નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર દર્શન નાયક ને ટિકિટ મળતા માંગરોળ કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ ઇદ્રીશ મલેક તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ સોહેલ કોલી સહિત અન્ય આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં માંગરોળ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ટિકિટ મુદ્દે સમગ્ર તાલુકા કોંગ્રેસનુ માળખું વેરવિખેર થતું નજરે પડી રહ્યું છે. નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક માટે સ્થાનિક અગ્રણી અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇદ્રીશ મલેકે ટીકીટ માગી હતી.
પરંતુ આયાતી ઉમેદવાર દર્શન નાયક ને જિલ્લા પંચાયત નાની નરોલી બેઠકની ટિકિટ આપાઇ હતી. જેના વિરોધમાં ઈદ્રીશભાઈ અને આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ નાણાં લઇ ટિકિટ આપી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ ઇદ્રીશ મલકે પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મોટો ભડકો થયો છે. ઉપરાંત લીંબાડા બેઠક જુના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે લુવારા બેઠક ઉપર થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલા કેતનભાઈ ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે.
ઘોડબાર તાલુકા પંચાયત બેઠક ઉપર અગાઉની ટર્મમાં ચૂંટાયેલા બકુલાબેન રાજુભાઈ ચૌધરીની ટિકિટ આપવામાં આવી છે રક્ષાબેન કિશોરભાઈ ચૌધરીને ટિકિટ અપાઈ છે જ્યારે વાંકલ તાલુકા પંચાયત બેઠક ઉપર ઠાકોરભાઈ વનજીભાઈ ચૌધરી ની ટિકિટ કપાઇ હતી. વાંકલ બેઠક ઉપર રીતેશભાઈ રેશનભાઈ ગામીત ને ટિકિટ મળી છે પીપોદરા જીલ્લા પંચાયત બેઠક ઉપર અનિતાબેન ઠાકોરલાલ ચૌધરી નું નામ ગઈકાલે લિસ્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેમના સ્થાને ફરી જ્યોતિબેન કનુભાઈ ચૌધરી ને ટિકિટ પીપોદરા બેઠક ઉપરથી આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.