રાજીનામું:સુરત જિલ્લા કોંગ્રેસના મંત્રીએ રાજીનામું આપ્યું

વાંકલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરિક જુથવાદથી ત્રાસી નિર્ણય લીધાની ચર્ચા

માંગરોળ તાલુકા કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જિલ્લા કોંગ્રેસના મંત્રી અંદાજ શેખે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળના સિયાલજ કોસંબા ના વતની અંદાજ શેખ છેલ્લા 28 વર્ષથી કોંગ્રેસના એક સક્રિય કાર્યકર અને હાલમાં સુરત જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે પક્ષમાં સંગઠન લક્ષી કામગીરી કરતા રહ્યા છે.

ગતરોજ તેમણે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે. જેમાં તેમણે રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હાલમાં પંથકમાં ચાલતી ચર્ચા મુજબ માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોમાં જૂથવાદ વધુ વકરી રહ્યો છે, અને અંદરો અંદર કોંગ્રેસ પક્ષના કાર્યકરોનું સ્વમાન ઘવાઈ તેવુ વર્તન થઈ રહ્યું છે બીજી તરફ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ ધ્યાન આપતી નથી જેના કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું હોવાની ચર્ચા પંથકમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...