શ્રેષ્ઠ કામગીરી:દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે બચતમાં મોખરે રહેલું વાંકલનું ધાણાવડ બન્યું ‘સુકન્યા ગામ’

વાંકલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી બદલ ધાણાવડના પોસ્ટ માસ્તર અને સરપંચને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.

સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.

100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ
ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.> ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ

અન્ય સમાચારો પણ છે...