તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:માંગરોળના દેગડિયા ગામે ગાય બળદ સહિત ચાર પશુઓના અચાનક મોત

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી પશુ ચિકિત્સકે સેમ્પલ લીધા, ઘાસચારામાં ઝેરથી મોત થયાનું અનુમાન

માંગરોળ તાલુકાના દેગડીયા ગામે આદિવાસી ખેડૂત પશુપાલકના ગાય બળદ સહિત ચાર પશુઓના અચાનક મોત નિપજતા આદિવાસી પરિવારનો જીવન ગુજારવાનો આધાર છીનવાઈ ગયો હતો. દેગડિયા ગામના આદિવાસી ખેડૂત ધીરુભાઈ ગામીત ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રિ દરમિયાન એક ગાય, બે બળદ અને એક વાછરડા સહિત કુલ ચાર પશુના ઘર આંગણે અચાનક મોત નિપજયા હતા. આ ઘટના બનતા આદિવાસી પરિવારના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવો અહેસાસ પરિવારને થયો હતો.

કારણકે બાળકોની જેમ ઉછેરેલા પશુઓના મોત થતાં જીવન ગુજારવાનો આધાર છીનવાઈ હતો. પશુઓના મોતનું કારણ ઘાસચારામાં ઝેર ખાવાથી થયું હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે પરંતુ અન્ય પશુઓએ પણ આજ ઘાસચારો ખાધો હતો બીજા પશુઓના મોત થયા નથી પશુઓના મોત પશુપાલકને નુકસાન થયું છે.

આ ઘટનાની જાણ માંગરોળના સરકારી પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર એચ.જે. કાવાણીને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોતના કારણ અંગે તપાસ કરી હતી તેમજ મૃત પશુઓના લોહી પેશાબ સહિત તમામ નમુનાઓ લેવામાં આવ્યા છે. આ સંદર્ભમાં તેમણે પ્રાથમિક તપાસમાં ઘાસચારામાં ઝેર ખાવાથી પશુઓના મોત થયા હોવાનું જણાવ્યું છે પરંતુ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...