વિરોધ:શાહ વરસાવીનો 80 વર્ષ જૂના સાંકડા જર્જરિત પુલની પૂજા કરી કર્યો વિરોધ

વાંકલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના આગેવાનો જર્જરિત સાંકડા પુલની પૂજા વિધિ કરી અનોખો વિરોધ કરતા નજરે પડે છે. - Divya Bhaskar
કોંગ્રેસના આગેવાનો જર્જરિત સાંકડા પુલની પૂજા વિધિ કરી અનોખો વિરોધ કરતા નજરે પડે છે.
  • સાંકડા જર્જરિત પુલ પર વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તાથી તડકેશ્વર તરફ જવાના રાજ્ય ધોરીમાર્ગ પર શાહ વરસાવી ગામે આવેલ 80 વર્ષ જૂના જર્જરિત સાંકડા પુલની પૂજા વિધિ કરી લોકોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને આ સંદર્ભમાં કોંગ્રેસના આગેવાનોએ માંગરોળના મામલતદારને લેખિત ફરિયાદ કરી નવા પહોળા પુલનું નિર્માણ વહેલી તકે કરવા માંગ કરી છે. માંગરોળથી સુરત જિલ્લા મથક ને જોડતો મોસાલી ચાર રસ્તાથી તડકેશ્વર તરફ જવાના રાજ્ય ધોરીમાર્ગ ઉપર શાહ વસરાવી ગામના પાટિયા નજીક જર્જરિત સાંકડા પુલ પર કાયમી ધોરણે મોટા ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.

આ પુલને પહોળો કરવાની માગણી અનેકવાર સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે તેમજ ભૂતકાળમાં રાજ્ય સરકારના મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં યોજાયેલા લોકદરબારમાં સાંકડા પુલનો પ્રશ્ન રજૂ થયો હતો. ત્યારે સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓએ પહોળા પુલનું નિર્માણ કરવાની ખાતરી આપી હતી. પરંતુ 10 વર્ષનો સમય વિતવા છતાં હજી સુધી સાંકડા પુલને દૂર કરવાની અને નવા પુલનું નિર્માણ કરવાની કોઈ કાર્યવાહી જવાબદાર વિભાગ દ્વારા કરવામાં આવી નથી.

લોક સમસ્યા વધુ વકરતા આખરે કોંગ્રેસના આગેવાનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી રૂપસિંગ ગામીત શાહબુદ્દીન મલેક પ્રકાશ ગામીત બાબુભાઈ ચૌધરી ઈરફાન મકરાણી સહિતના આગેવાનો દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને જર્જરિત પૂલની પૂજા કરી લોક સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર આગેવાનો દ્વારા સુપરત કરવામાં આવ્યું હતું અને વહેલી તકે નવા પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માગણી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...