રજૂઆત:ઉકાઈ ડેમના અસરગ્રસ્તોને જમીનના હક આપવા રજૂઆત

વાંકલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકામાં ઉકાઈ ડેમના અસરગ્રસ્ત આદિવાસી લોકોને જંગલ જમીનના હક્ક અને અધિકાર આપવાની માંગ સાથે લોક સંઘર્ષ મોરચાના આગેવાનોએ સુરત કલેકટરને રજૂઆત કરી છે.

લોક સંઘર્ષ મોર્ચા દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત એવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા, રૂઢિગવાણ નવાચકરા, ડોગરિપાડા કોલવણ અને નર્મદા જિલ્લાના સાગબરાના ભાડોદ ,હલગામ દોધનવાડી, નાનીનાલ , સોરતા કાકરપાડા મોટ કાકડીઆંબા વગેરે ગામના આદિવાસી આગેવાનો મસુભાઈ ગેબુભાઈ. નરેશભાઈ વસાવા, અરવિંદભાઈ વસાવા અને ઉમરપાડા લોક સંધર્ષ મોર્ચાના પ્રમુખ રતિલાલ વસાવા અને એડવોકેટ મનોજભાઈ શ્રીમાળી અને લોક સંઘર્ષ મોર્ચાના વિવિધ ગામના આગેવાનોએ આવેદનપત્ર આપી મુખ્ય માગણીઓ સંદર્ભે રજૂઆતો કરી હતી.

જેમાં ઉકાઈ ડેમ થી વિસ્થાપિત થયેલા ઉમરપાડા ના.ખોટારામપુરા રૂઢિ ગવાણ, ડોગરિપાડા,કોલવણ ભાડોદ ,હલગામ, નાની નાલ, સોરતા, કાકરપાડા, મોટ કાકડીઆંબા વગેરે ગામના આદિવાસીઓ વડપાડા રેન્જ તાલુકો ઉમરપાડા જીલ્લો સુરતમાં વર્ષોથી ખેતી કરી પરિવારનું ભરણપોષણ કરતા આવ્યા છે તેઓને વન અધિકાર હેઠળ કાયદા મુજબ અધિકાર પત્ર આપી 7/12 ની નકલ આપવામાં આવે. અધિકારીઓ દ્વારા ઉપરોક્ત પ્રશ્ન અંગે નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...