તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vankal
  • Railway Police Arrived To Talk About The Engagement, A Scuffle Broke Out Demanding An ICard, A Young Man From Kanbhipith Was Sent To Give A False Identity To The Police.

ખોટી ઓળખ:રેલવે પોલીસ બની સગાઈની વાત કરવા પહોંચ્યો, આઈકાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો, પોલીસની ખોટી ઓળખ આપવા જતા કણભીપીઠનો યુવક ભેરવાયો

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કણભીપીઠા ગામનો યુવાન ખોટું નામ ધારણ કરીને પોતે રેલવે પોલીસમાં નોકરી કરતો ન હોવા છતાં, પોલીસનો પહેરવેશ પહેરીને,  રાણીકુંડ ગામે યુવતી સાથે સગાઈની વાત કરવા આવ્યો હતો. જેથી યુવતીના ભાઈએ પોલીસનો આઈકાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો. 

ડેડિયાપાડા તાલુકાના કણભી પીઠા ગામમાં રહેતો રમેશભાઈ ખેતીયાભાઈ વસાવાએ પોતે બારડોલીના ઝરીમોરા ગામનો રીતેષ ખાનસિંગ ચૌધરી હોવાની અને રેલવે પોલીસમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી ઉંમરપાડા તાલુકાના રાણીકુંડના યુવાન સાથે મિત્રતા કેળવી હતી. એક દિવસ પોતે કુંવારો હોવાનું જણાવી રાણીકૂંડના યુવાનની બહેન સાથે સગાઈ કરવાની ઈચ્છા જણાવી હતી. જે બાદ શુક્રવારે સવારે અચાનક કાર (GJ-05CJ-9210) લઈ રાણીકુંડ આવ્યો હતો. અને યુવકની બહેન સાથે સગાઈ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પણ પોલીસ જેવો પહેરવેશ હતો. જેથી યુવતીના ભાઈઓએ પૂછેલ કે તું ખરેખર કુંવારો છે. ત્યારે જણાવેલ કે મારા લગ્ન થઈ ગયેલ છે. સંતાનમાં એક છોકરી અને છોકરો છે. પહેલી પત્ની સાથે છુટાછેડા લીધેલ હોવાનું જણાવ્યું હતું, જે બાદ યુવતીના ભાઈઓએ તેની પાસે પોલીસ આઈકાર્ડની માંગણી કરતાં ભાંડો ફૂટ્યો હતો,  જે  રીતેષ ચૌધરી નહીં પંરતુ રમેશ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. જેથી યુવતીના ભાઈઓએ ઉંમરપાડા પોલીસમાં રમેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

ટી શર્ટ પર પોલીસનો લોગો
રમેશ જ્યારે પણ રાણીકૂંડ જતો ત્યારે સફેદ કલરની ગુજરાત પોલીસ લખેલ ટીશર્ટ, ખાખી પેન્ટ, લાલબુટ, ખાખી મોજા પહેરીને પોલીસની છાપ ઊભી કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...