તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:‘સરકારી ક્ષેત્રમાં રાજકીય પાર્ટી સમાધાન કરે તે ચલાવી ન લેવાય’

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુમુલની માંગરોળ બેઠક પર ભાજપ દ્વારા કરાવાયેલા સમાધાનનો સહાકાર પેનલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

સુમુલ ડેરીની યોજાય રહેલી ચૂંટણીમાં માંગરોળ બેઠક ઉપર ભાજપના બે ઉમેદવારો વચ્ચે ભાજપ હાઈ કમાન્ડે કરાવેલું સમાધાન કેટલાક મતદારો અને સહકાર પેનલના આગેવાનોને મંજૂર નથી. ત્યારે ચૂંટણીમાંથી ખસી ગયેલા સહકાર પેનલના ઉમેદવાર રાકેશ સોલંકીને જીતાડવા માટે કેટલાક મતદારો અને સહકાર પેનલના આગેવાનો મેદાને આવ્યા છે

સમાધાન સહકાર પેનલના માંગરોળ બેઠકના કન્વીનર સહિતના આગેવાનોને મંજૂર નથી
માંગરોળ બેઠક ઉપર સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી જેની સામે સહકાર પેનલના રાકેશ સોલંકી એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ બંને ઉમેદવાર ભાજપ પક્ષના જ હોવાથી ભાજપ હાઈકમાન્ડ દ્વારા બે ઉમેદવારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું જેમાં રાકેશ સોલંકી એ હરીફ ઉમેદવાર રાજુભાઈ પાઠક ને પોતાનો ટેકો જાહેર કર્યો હતો, અને મતદારોને મત આપવા અપીલ કરી હતી. પરંતુ આ સમાધાન સહકાર પેનલના માંગરોળ બેઠકના કન્વીનર ગુરુજીભાઈ ચૌધરી સહિતના આગેવાનોને મંજૂર નથી. તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં રાજકીય પાર્ટી સમાધાન કરે તે ચલાવી લેવાય નહીં. સહકાર પેનલના ઉમેદવાર રાકેશ સોલંકીની ઉમેદવારી યથાવત છે. મત આપવાનો અધિકાર દરેક મંડળીના પ્રતિનિધિ ઓ મળેલો છે. તારીખ 7મીના રોજ ગરીબ પશુપાલકોના અને સંસ્થાના હિતમાં મતદાન કરવું જરૂરી છે.

સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી આ સંદર્ભમાં જણાવ્યું કે માંગરોળ તાલુકાની તમામ દૂધ મંડળીના પ્રતિનિધિઓનો અમે સંપર્ક કરી રહ્યા છે અને સમાધાન ની વાતને ધ્યાને લીધા વિના દરેક મતદારો પોતાનો મત નો ઉપયોગ કરે તેવા પ્રયાસ અમે સહકાર પેનલના ઉમેદવાર જીતાડવા માટે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...