કાર્યવાહી:ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવનારા વિરુદ્ધ પોલીસની લાલ આંખ

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકલમાં પોલીસે ત્રણ બાઈક ડિટેઈન કરી કાર્યવાહી કરી

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ શાળા કોલેજ કેમ્પસ આસપાસ અને બજારમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી રોમિયોગીરી કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વિરુદ્ધમાંગરોળ પોલીસે લાલ આંખ કરી ત્રણ જેટલી બાઇકો ડિટેઈન કરી કાર્યવાહી કરતા ફફડાટ મચી જવા પામ્યો છે.

કેટલાક યુવકો બાઈકના સાઇલેન્સર મોડીફાઇડ કરી વધુ અવાજ કરે તેવા બનાવી શાળા કોલેજ છૂટવાના સમય દરમિયાન ધૂમ સ્ટાઈલમાં બાઇક પુરપાટ ચલાવી કેટલાક યુવકો રોમિયોગીરી કરતા હોવાની ફરિયાદ માંગરોળ પોલીસને મળી હતી, જેથી પોલીસ દ્વારા વાંકલ બજાર અને કોલેજ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી પોલીસ દ્વારા ત્રણ જેટલી બાઈક ડીટેઇન કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...