દરોડો:બરડીપાડા ગામે જુગાર રમતાં 5 જુગારીઓને પોલીસે પકડ્યા

વાંકલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ જુગારીઓ ભાગી જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં

ઉમરપાડા તાલુકાના બરડીપાડા ગામમાં ટાંકી ફળિયા નજીક ગૌચરની ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમતાં પાંચ ઈસમોને પોલીસે રૂપિયા 3750 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે 6 ઈસમો ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે

ઉમરપાડા પોલીસે બાતમીને આધારે બરડીપાડા ગામે રેડ કરતા ગંજીપાનાનો જુગાર રમી રહેલ તુલસીભાઈ મનજીભાઈ, દિનેશભાઈ મારગીયાભાઇ, હિંમતભાઈ ફતેસિંગભાઈ, ત્રણેય રહે બરડીપાડા,હીરાલાલ વેસ્તાભાઈ, ચેતનભાઇ મૂળજીભાઈ બંને રહે વડપાડા સહિત કુલ પાંચને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે સ્થળ ઉપરથી 6 ઈસમો ભાગી છૂટયા હતાં જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે ઝડપાયેલા આરોપીની અંગ જડતી લેતાં રૂપિયા 2420 રોકડા તેમજ દાવ ઉપર મુકેલા રૂપિયા 1320 મળી કુલ રૂપિયા 3750 નો મુદ્દામાલ કબજે લીધો હતો

વોન્ટેડ જાહેર થયેલા જુગારીયા​​​​​​​

  • વિપુલભાઈ ચેતરીયાભાઈ,
  • સુરેન્દ્રભાઈ સોનિયાભાઈ, બંને રહે બરડી,
  • નિતેશભાઇ ભીમસિંગભાઈ,
  • યોગેશભાઈ ભીમસિંભાઈ,
  • રાકેશભાઈ કુંવરજીભાઇ,
  • વિશાલભાઈ રામસિંગભાઈ, તમામ રહે વડપાડા
અન્ય સમાચારો પણ છે...