રાહત:નવસારીમાં ધો.10ની પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

|નવસારીમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ધો. 10માં એક વિષયમાં નાપાસ જાહેર થયેલા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂવારે ધો. 12ની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જ્યારે શુક્રવારે ધો. 10નાં વિદ્યાર્થીઓની વિજ્ઞાન, હિન્દી અને સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિજ્ઞાન વિષયમાં કુલ 1931 વિદ્યાર્થી પૈકી 1603 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 328 ગેરહાજર રહ્યા હતા. એજ રીતે હિન્દીના પ્રશ્નપત્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...