તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:લુવારા ગામમાં સરકારી રસ્તા ઉપર લોખંડનો ગેટ મૂકી બંધ કરતા આક્રોશ

વાંકલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રસ્તો બંધ થતાં લુવારા ગામના રહીશોએ ટીડીઓ કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. - Divya Bhaskar
રસ્તો બંધ થતાં લુવારા ગામના રહીશોએ ટીડીઓ કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.
 • ફળિયાના રહીશોએ ટીડીઓ કચેરીએ પહોંચી રજૂઆત કરી

માંગરોળ તાલુકાના લુવારા ગામે તળાવ ફળિયા માં જવાના સરકારી રસ્તા પર બે શખ્સોએ લોખંડ નો ગેટ મૂકી રસ્તો બંધ કરી દેતા રોષે ભરાયેલા ફળિયાના રહીશો મોરચો લઈ તાલુકા વિકાસ અધિકારી ની કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક રસ્તા પર નું દબાણ દૂર કરવાની માંગ કરી હતી.લુવારા ગામના તળાવ ફળિયા માં જવાના સરકારી રસ્તા ઉપર આજ ગામના ફૈજલ સાજી અને સોહેલ સાજી એ લોખંડ નો ગેટ રસ્તા ઉપર મૂકી રસ્તો બંધ કરી દેતા તળાવ ફળિયા ના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ફળિયામાં ૫૦થી વધુ આદિવાસી પરિવારો વસવાટ કરે છે

તેઓને કાયમી જવા માટે આ રસ્તાની ખૂબ જરૂરિયાત હોય ત્યારે તેના ઉપર બિનઅધિકૃત રીતે બંને શખ્સો દ્વારા દબાણ કરી રસ્તો બંધ કરાતા સમગ્ર ફળિયાના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો રોષે ભરાયેલા આદિવાસી પરિવાર ની મહિલાઓ નયનાબેન વસાવા વાસંતીબેન વસાવા ગીતાબેન વસાવા તેમજ અનિલભાઈ વસાવા પ્રવીણભાઈ વસાવા સહિત 50થી વધુ લોકો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ફરિયાદ લઈને પહોંચ્યા હતા, અને ફરજ પરના અધિકારી ને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમજ સામૂહિક મૌખિક રજુઆતો કરી તાત્કાલિક ધોરણે રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવે અને લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો