તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હાઇસ્કૂલના ગેટ નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર કંપનીનું નામ લખવાનો વિરોધ

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુન્ની વહોરા મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શાળા - Divya Bhaskar
સુન્ની વહોરા મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શાળા
  • હાઈસ્કૂલના ગેટ પરથી કંપનીનું નામ દૂર કરવા પ્રશ્ને ટ્રસ્ટી મંડળને રજૂઆત

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ધી સુન્ની વહોરા મુસ્લિમ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના મુખ્ય ગેટ પર ગેટ નિર્માણ કાર્યમાં સામાન્ય યોગદાન આપનાર G.I.P.C.L કંપની રચિત દીપ ટ્રસ્ટ નામ લખવામાં આવતા ગામના નાગરિકે કંપનીનું નામ ગેટ પરથી હટાવી લેવાની માંગ સાથે ટ્રસ્ટને લેખિત ફરિયાદ કરી છે. લેખિત ફરિયાદ કરનાર નાની નરોલી ગામના જાગૃત નાગરિક સુહેલ શબ્બીર જાડાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે વર્ષોથી નાની નરોલી વેલફેર હાઈસ્કૂલ કાર્યરત છે અને હાઈસ્કૂલ મુસ્લિમ સંસ્થા માઈનોરીટી સંસ્થા તેમજ સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે.

પરંતુ હાલમાં હાઈસ્કૂલના મેઈન ગેટ પર નાનું યોગદાન આપનાર GIPCL રચીત દીપ ટ્રસ્ટનું નામ લખવામાં આવ્યું છે. જીઆઈપીસીએલ કંપનીએ નાનો એવો ગેટ બનાવી આપી કંપની અને દીપ ટ્રસ્ટનું નામ મોટા અક્ષરે ગેટ ઉપર લખી દીધું છે.

જેનાથી સંસ્થા કંપનીનું મોટું યોગદાન હોય એવું ફલિત થઇ રહ્યું છે હકીકતમાં નાની નરોલી ગામ સુન્ની વોરા મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ દ્રારા ચાલતી સંસ્થા છે. સામાન્ય યોગદાન આપનાર કંપનીનું નામ હાઈસ્કૂલના ગેટ પરથી હટાવી લઈ ટ્રસ્ટનું નામ લખવામાં આવે તેવી તેમણે માંગ કરી છે અને ટ્રસ્ટીઓ આ બાબતે કાર્યવાહી નહીં કરે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...