રોષ:માત્ર 2 શિક્ષક જેમાંથી પણ 1ની બદલી થતાં શાળાની તાળાબંધી

વાંકલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝરાવાડી ગામે શાળાની તાળાબંધી કરી ગેટ આગળ વિરોધ પ્રદર્શન. - Divya Bhaskar
ઝરાવાડી ગામે શાળાની તાળાબંધી કરી ગેટ આગળ વિરોધ પ્રદર્શન.
  • ઝરાવાડી ગામે 50 બાળકોનું શિક્ષણ જોખમાતાં વાલીઓમાં રોષ

ઉમરપાડા ના છેવાડાના ઝરાવાડી ગામમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ના 50 થીવધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે શિક્ષણ વિભાગ દ્વારા એકાએક એક શિક્ષક ની બદલી કરવામાં આવતા વાલીઓ અને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે વાલીઓ,ગ્રામજનો દ્વારા જિલ્લા અને તાલુકાના શિક્ષણ વિભાગને વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે પ્રાથમિક શાળામાં અમારા બાળકો ને છેલ્લા ત્રણ વર્ષથી બે શિક્ષકો સાથે અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ એકાએક એક શિક્ષકની બદલી બીજી શાળામાં કરવામાં આવતા શાળામાં 50 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

જ્યારે માત્ર એક શિક્ષક આટલા બધા વિદ્યાર્થીઓ ને કઈ રીતે ભણાવી શકશે જેથી શાળામાં માત્ર એક શિક્ષક ના અભાવે વિદ્યાર્થીઓમાં શિક્ષણની અસર પર પડી છે.જેથી વાલીઓ ગ્રામજનો ની શિક્ષણ વિભાગમાં વારંવારની રજૂઆત કરવા છતાં શિક્ષક ની બદલી કરવામાં આવતા વાલીઓ ગ્રામજનો ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ જ્યાં સુધી પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી શાળા ન ખોલવા દેવાની વાલીઓ,ગામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.તેમજ શાળામાં શિક્ષક વધારવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...