તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કોસાડી ગામે ગૌ હત્યાના 5 ગુનામાં નાસતો ફરતો મુસા સાલેહ પકડાયો

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ 2 ગાયોની કતલ કરી ભાગી છુટયો હતો

માંગરોળ તાલુકાના કોસાડી ગામે ગો હત્યા ના પાંચ ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી મુસા સલીમ સાલેહ ઉર્ફે સમદ સલીમ ગુજ્જર ને S.O.G.ની ટીમે બાતમીને આધારે સીમોદરા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડયો છે.

કોસાડીનો મુશા સલીમ સાલેહ ઉર્ફે સમદ સલીમ ગુજ્જર એ તાજેતર માં કોસાડી ગામની નદી કિનારા ની ખુલ્લી જગ્યા પર બે ગાયો ની કતલ કરી હતી આ સમયે પોલીસ રેડ જોઈ ને આ ઈસમ ભાગી ગયો હતો સ્થળ ઉપર કટીંગ કરાયેલ ગૌમાંસ અને અન્ય કટીંગ કરવાના સાધનો પોલીસે કબ્જે લીધા હતા. તેમજ ઉપરોક્ત આરોપી મુશા સલીમ સાલેહ ઉર્ફે સમદ સલીમ ગુજ્જર વિરુદ્ધ વર્ષ 2020 /21 કુલ પાંચ જેટલા ગો હત્યાના ગુના માંગરોળ પોલીસ મથકમાં નોંધાયા હતા જેની તપાસ SOGને જિલ્લા પોલીસ વડા દ્વારા સોંપાઇ હતી.

જે બાદ SOG ટીમના આસિફખાન ઝહિરખાન અને વિરમભાઈ બાબુભાઈ ને બાતમી મળી હતી કે મુસા સલીમ સાલેહ સીમોદરા ગામના પાટિયા પાસે ઉભો છે બાતમીને આધારે S.O.G ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.ધડુક તેમજ કિરણસિંહ લક્ષ્મણસિંહ, રણછોડભાઈ કાબાભાઇ, ગિરિરાજસિંહ અશોકસિંહ, વગેરે ની ટીમે આરોપીને ઝડપી લીધો હતો ઉપરોક્ત આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં પાંચ ગુના નોંધાયા હોવાથી તેને માંગરોળ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...