ચોર-લૂંટારા બેફામ:આંબાવાડી ખરેડા વચ્ચે દૂધ મંડળીના સભાસદોને નાણાં ચૂકવવા જતાં મંત્રી લૂંટારુઓના નિશાને

વાંકલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દૂધ મંડળી ના મંત્રી રફિકભાઈ - Divya Bhaskar
દૂધ મંડળી ના મંત્રી રફિકભાઈ
  • વહેલી સવારે આંખમાં મરચાની ભૂકી નાંખી મોબાઈલ ઝૂંટવી કંઈ ન મળતાં માર માર્યો

માંગરોળ તાલુકાના આંબાવાડી ખરેડા માર્ગ પર ધોળે દિવસે લૂટારુઓએ યોજનાબદ્ધ રીતે દૂધ મંડળીના મંત્રીને મોટી લૂંટ કરવાના ઇરાદે રસ્તા વચ્ચે આંતરી રોકડ ની લૂંટ કરવાનો પ્રયાસ કરી માર માર્યો હતો. પરંતુ સદનશીબે રોકડ રકમ નો બચાવ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી માંગરોળ તાલુકામાં ચોરી લૂંટ ચીલ ઝડપ ના બનાવો એ માઝા મૂકી છે. ચોર-લૂંટારા બેફામ બન્યા છે. તાજેતરમાં જ મોસાલી ખાતે 20 લાખના સોના-ચાંદીના દાગીના ભરેલી બેગની ચીલ ઝડપ ની ઘટના બની હતી, પરંતુ આજ દિન સુધી તેનો ભેદ ઉકેલાયો નથી. નાની-મોટી અનેક ચોરીની ઘટનાઓ બની રહી છે. જેમાં આજે વધુ એક ઘટના નો વધારો થયો છે.

આંબાવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ખરેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા આંબાવાડી ગામના રફિકભાઈ બેલીમ આંબાવાડી ગામથી ખરેડા ગામના દૂધ ભરતા પશુપાલક સભાસદોને દૂધની રકમ ચૂકવવા માટે જવાના હતા. જેથી રફિકભાઈ પોતાની બાઇક પર ખરેડા ગામે જવા નીકળ્યા હતા, અને સભાસદોને ચૂકવવાની રકમ રૂપયા 7 લાખ પોતાના પુત્રને કારમાં લઈને આવવા કહ્યું હતું. બંને અલગ-અલગ રસ્તે ખેરડા ગામે જવા નીકળ્યા હતા.

રફિકભાઈ બાઇક પર આંબાવાડી ગામેથી નીકળતા દૂધ મંડળી નજીક રેકી કરી રહેલા અજાણ્યા બે બાઇક ચાલકો એ તેમનો પીછો કરી ઓવરટેક કરી આગળ નીકળી ગયા હતા, અને આગળ રસ્તા વચ્ચે ઉભેલા લૂંટારૂઓને પાછળ મંત્રી આવી રહ્યાનો સંકેત આપી દીધો હતો. આંબાવાડી ખરેડા ગામ વચ્ચે આવેલ ટર્નિંગ માં અજાણ્યા ત્રણ ઈસમોએ રફિકભાઈ ને અટકાવી મરચાની ભૂકી નાંખી દીધી હતી, પરંતુ ચશ્મા પહેરેલા હોવાથી બચાવ થયો હતો. ત્યારબાદ લૂટારુઓએ બાઇકની ડીકી ચેક કરી હતી

પરંતુ રોકડ નહીં મળતા ગુસ્સે થઈ માર માર્યો હતો અને મોબાઈલ ઝૂંટવી લઈ બાઇકની ચાવી ખેતરમાં ફેંકી દીધી હતી રફિકભાઈ ને ગટરમાં ફેંકી દીધા હતા. લૂંટારૂઓ ના હુમલાથી તેઓ ખૂબ જ ભયભીત ગભરાટ અનુભવી બચાવો-બચાવો ની બૂમો પાડતા ખરેડા ગામ તરફ ભાગવા લાગ્યા હતા. તેમને એવો ડર હતો કે તેમનો પુત્ર કારમાં સભાસદો ને દૂધની ચૂકવવાની રોકડ રકમ લઈને પાછળ આવી રહ્યો છે.

તેને ચોક્કસ લૂંટારૂઓ નિશાન બનાવશે તેવી દહેશત હતી પરંતુ સદૃ નસીબે તેમનો પુત્ર તેમના કરતાં પહેલા ખરેડા દુધ મંડળીએ પહોંચી ગયો હતો. પુત્ર એ રોકડ સલામત હોવાનું જણાવતા હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ ગામના લોકો દોડી આવ્યા હતા, પરંતુ લુટારુ ઓનો ક્યાંય પત્તો ન લાગ્યો હતો. રફિકભાઈ બેલીમ પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા.

પુત્ર પાંચ મિનિટ લેઇટ આવ્યો હોત તો 7 લાખની રકમ ગુમાવવાનો વારો હતો
આંબાવાડી ના રફિકભાઈ છેલ્લા 40 વર્ષથી બંને દૂધ મંડળીઓનો મંત્રી તરીકે વહીવટ કરે છે અને પશુપાલકોને મહિનાના અંતે દૂધના ભાવ નું ચુકવણું કરે છે. જેથી તેમની તમામ ગતિવિધિ પર લુટારુઓ ઘણા સમયથી રેકી કરી રહ્યા હોવાનું મનમાં આવી રહ્યું છે. દર મહિને તેઓ ખરેડા ગામની સભાસદોને દૂધના પૈસા ચૂકવવા આંબાવાડી ખરેડા માર્ગ પરથી જાય છે જેથી લૂંટારૂઓ વહેલી સવારે રેકી કરવા માટે દૂધ મંડળી આવી ગયા હતા.તેમણે રફિકભાઈ નો પીછો કર્યો હતો પરંતુ સદ્ નશીબે પુત્ર પાંચ મિનિટ પહેલા પહોંચી ગયો કદાચ રફિકભાઈને લૂટારુઓએ રસ્તા વચ્ચે આંતર્યા હોત તે સમયે તેમનો પુત્ર ત્યાં આવી ગયો હોત તો પિતાને બચાવવા ઉભો રહ્યો હોત લૂંટારા પાંચ હોવાથી 7 લાખની રકમ ગુમાવી હોત.

અન્ય સમાચારો પણ છે...