તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દીવાલમાં બાકોરું પાડી લાખોના ફોન ચોરનારો 5 વર્ષે પકડાયો

વાંકલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંગરોળના ઝંખવાવમાં ચોરી કરી હતી

માંગરોળના ઝંખવાવ ગામે 2016માં મોબાઇલ શોપમાં ચોરી કરનારોે મોસાલી પાસેથી ઝડપાયો હતો. નર્મદા જિલ્લાના ટીલીપાડા ગામનો પ્રદીપ ઉર્ફે લાલુ મગન વસાવા નામના ઈસમે પાંચ વર્ષ અગાઉ ઝંખવાવ ચાર રસ્તા ઉપર આવેલી ભાટિયા મોબાઇલ શોપમાં પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી રૂપિયા 31582 રોકડા અને મોબાઈલ મળી રૂપિયા 5,53,248ની ચોરી કરી હતી.

આ ઈસમ વિરુદ્ધ ડેડીયાપાડા માંડવી માંગરોળ સહિત ત્રણ તાલુકામાં ચોરીના ગુના નોંધાયેલા છે. આરોપી માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા ખાતે આવેલા પીક - અપ બસ સ્ટેશન પાસે હોવાની બાતમી એસ.ઓ.જી.ના પો.સ.ઇ જે.કે. ધડુક તેમજ પો.કો. આસિફખાન ઝહિરખાન પઠાણ અને કિરણસિંહ લક્ષ્મણસિંહને મળતા પોલીસ કર્મચારીઓએ આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને હાલ માંગરોળ પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો