તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ:ઉમરપાડા તાલુકામાં સેવા સપ્તાહને સફળ બનાવવા મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યકરોની બેઠક યોજાઇ હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના 70 માં જન્મદિવસ ની ઉજવણી માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષ દ્વારા સેવા સપ્તાહ યોજી વિશેષ પ્રકારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવાના મુખ્ય હેતુથી યોજાયેલી કાર્યકરોની બેઠકમાં મંત્રી ગણપતભાઈ વસાવા વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તારીખ 14 થી 20 સુધી યોજાનારી સેવા સપ્તાહ દરમિયાન ઠેરઠેર રક્તદાન કેમ્પ ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ દિવ્યાંગોને સાધન સહાય આપવાનું આયોજન દરેક તાલુકા પંચાયત બેઠક દીઠ 70 જેટલા ગરીબ લોકોને વીમા નું સુરક્ષાકવચ આપવાના કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન સહિત સેવાના અનેક પ્રકારના સેવા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં મંત્રીએ ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોએ ઉંમરપાડાની સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી ઉમરપાડા ખાતેથી સેવા સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...