તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવ્ય સ્વાગત:2 આતંકીને ઠાર કરનાર વાંકલના જવાનને શૌર્ય પદક

વાંકલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મા ભોમ માટે જીવની બાજી લગાવનારો વીર જવાન વતન પહોંચતાં ઉત્સવનો માહોલ

જમ્મુ-કાશ્મીરના સોફિયાન જિલ્લામાં જૈસ ઐ મૌહંમદ આતંકી સંગઠનના બે આતંકીઓને ઠાર કરી દિલ્હી ખાતે શૌર્ય વીરતા પદક પ્રાપ્ત કરી વતન વાંકલ ગામે આવેલા ફૌજી જવાન બકુલ ગામીતનું ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ગામના બકુલકુમાર દલપતભાઈ ગામીત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ CRPFમા છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવે છે.

તેઓ જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ ઉપર છે ત્યાં વર્ષ 2019ની 26 જુલાઈએ સોફિયાન જિલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ થતા ફોર્સની 14 બટાલિયનમાં ફરજ પરના ગામીત બકુલકુમાર દલપતભાઈ અને અન્ય સહયોગી જવાન અમિતસિંગ યાદવ ઉપરોકત સ્થળે પહોંચી ગયા હતા ત્યારે જૈસે ઐ મોહમદના આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર જવાનો ઉપર કર્યા હતા જેના પ્રત્યુત્તરમાં જવાનોએ ઉચ્ચ રણ કૌશલ અને સાહસ દાખવી કુશળ રણનીતિથી આતંકવાદીઓ ઉપર ઘાતક પ્રહાર કરી જૈશ ઐ મૌહંમદ આતંકી સંગઠનના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

બે દિવસ અગાઉ દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વાંકલ ગામના ફૌજી જવાન ગામીત બકુલકુમાર દલપતભાઈ ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરી શૌર્ય પ્રદર્શનના વીરતા વીરતા પદક ( મેડલ) અર્પણ કરાયો હતો. આ વિરલ ઘટનાની જાણ પોતાના વતનમાં વાંકલ ગામમાં થતા પરિવારજનો અને ગ્રામજનોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

ફોજી જવાન દિલ્હીથી પોતાના વતન વાંકલ ગામે આવી પહોંચતા વાંકલ ગામના સરપંચ ભરતભાઈ વસાવા તેમજ અગ્રણી આગેવાનો વેપારી મંડળના સભ્યો તમામ ગ્રામજનોએ વાંકલ ગામમાં ફટાકડા ફોડી ફોજી જવાનને હારતોરા કરી શાલ ઓઢાડી ભવ્ય સન્માન કર્યું હતું અને ભારત માતાકી જયના નારા ગૂંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...