સામૂહિક સફાઈ અભિયાન:માંગરોળ, વેરાકુઈ ગામે તા. પં. પ્રમુખની હાજરીમાં ગ્રામસભા

વાંકલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેરાકુઈ ગામે સામૂહિક સફાઈ અભિયાન અને ગ્રામસભા. - Divya Bhaskar
વેરાકુઈ ગામે સામૂહિક સફાઈ અભિયાન અને ગ્રામસભા.
  • ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ગામમાં સામૂહિક સફાઈ અભિયાન

માંગરોળ અને વેરાકુઈ ગામે ગાંધી જયંતી નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખ અને મામલતદારની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાયા બાદ સામૂહિક સફાઈ અભિયાન યોજાયું હતું. માંગરોળ પંચાયત કચેરી ખાતે ગાંધીજયંતીની ઉજવણી સાથે ગ્રામસભામાં સરપંચ નિકેશભાઇ વસાવા ઉપસરપંચ ઇશ્વરભાઇ પરમાર તેમજ મામલતદાર ડી કે વસાવાની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી, જ્યારે વેરાકુઇ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે સુમુલ ડેરીના પ્રતિનિધિઓ સભાસદો દ્વારા ગાંધી જયંતિની ઉજવણી થઇ હતી.

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત મામલતદાર ડી કે વસાવા નાયબ મામલતદાર ગિરીશ પરમાર દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત, ઉપ-પ્રમુખ ઈદ્રીશભાઈ મલેક તેમજ સરપંચ અશ્વિનભાઈ ગામીત, ચૂંટાયેલા સભ્યો આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધિ વગેરે દ્વારા મંદિર અને જાહેર સ્થળો ઉપર સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...