તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:માંગરોળ તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરાઇ

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે તાલુકા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદેદારો ની વરણી કરાઇ હતી. સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા દ્વારા કરાયેલી જાહેરાત મુજબ માંગરોળ તાલુકા ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રણકપોર ગામના નવીનભાઈ ગોમાનભાઈ વસાવા ની વરણી કરવામાં આવી છે તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પદે કઠવાડા ગામ ના મહેન્દ્રસિંહ રણા ની વરણી કરવામાં આવી છે માંગરોળ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ પદે ગડકાછ ગામના રસીદભાઇ સાલેહ ની વરણી કરવામાં આવી છે.

તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે કુંવરદા ગામ ના રંજનબેન ગુલાબસિંહ તરસાડીયા ની વરણી કરવામાં આવી છે તાલુકા અનુસૂચિત જાતિ (S.C) ના પ્રમુખ પદે સાવા ગામના ગજેન્દ્રભાઈ ફણસિયા ની વરણી કરવામાં આવી છે બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે લીંમોદરા ગામ ના નરેશભાઇ ચંદુભાઇ પટેલ ની વરણી કરવામાં આવી છે દરેક મોરચામાં ત્રણ ઉપપ્રમુખ એક મહામંત્રી ત્રણ મંત્રી કોષાધ્યક્ષ સમાવેશ કરાયો છે માંગરોળ તાલુકા યુવા મોરચાના પ્રમુખની વરણી ની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...