તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:માંગરોળ, પાનસરાનો દસ વર્ષથી પીએમ આવાસ યોજનામાં સમાવેશ કરાયો નથી

વાંકલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા. પ.ના સભ્ય મોહનભાઈ કટારિયાએ રાજ્યના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી
  • લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી

તાલુકા મથકના સાત હજારથી વધુ વસ્તી ધરાવતા માંગરોળ ગામનો છેલ્લા દસ વર્ષથી અધિકારીઓની બેદરકારીના પાપે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા ગામના અનેક આદિવાસી જરૂરિયાતમંદ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.આ સંદર્ભમાં માંગરોળ તાલુકા પંચાયત બેઠક ઉપર હાલમાં ચૂંટાયેલા સભ્ય મોહનભાઈ કટારિયા એ જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી માંગરોળ અને પાનસરા ગામનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.

માંગરોળ તાલુકા મથકનું મોટું ગામ છે. અનેક આદિવાસી પરિવારો આ ગામમાં વસવાટ કરે છે. હાલમાં ગામના અનેક જરૂરિયાતમંદ આદિવાસી પરિવારો સરકારની મહત્વની પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત રહ્યા છે. જ્યારે તાલુકાનું અન્ય એક પાનસરા ગામ પણ અધિકારીઓની ભૂલનો ભોગ બન્યું છે. અત્યાર સુધીમાં પાનસરા ગામના એક પણ આદિવાસી પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી સરકારની યોજના મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, પરંતુ ઓનલાઇન યાદીમાં માંગરોળ અને પાનસરા ગામનો સમાવેશ નહીં હોવાથી લાભાર્થીઓ ફોર્મ ભરી શકતા નથી.

જ્યારે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક આદિવાસી જરૂરીયાતમંદ પરિવારને પાકા મકાનની સુવિધા આપવાની વિવિધ યોજનાઓ બનાવી રહી છે, પરંતુ સ્થાનિક લેવલના જવાબદાર સરકારી અધિકારીઓની બેદરકારીના પાપે બંને ગામના જરૂરિયાત મંદ આદિવાસી પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.

આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
માંગરોળ તાલુકા પંચાયત બેઠકના ચૂંટાયેલા સભ્ય મોહનભાઈ કટારિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અંધેર વહીવટનો આ ઉત્તમ નમૂનો છે. છેલ્લા દસ વર્ષથી બંને ગામના જરૂરિયાત મંદ પરિવારોને અતિ મહત્વની ગણાતી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. આ બાબત અમારી ધ્યાન પર આવતા અમે જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી છે. અમારી માંગ મુજબ બંને ગામોનો આ યોજનામાં સમાવેશ નહીં કરાય તો ગરીબ પરિવારોને ન્યાય અપાવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અમારી તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...