માંડવી ડેપો સંચાલિત અંકલેશ્વર માંડવી એસ ટી રુટ ફરી શરૂ કરવાની મુસાફર જનતા અને વિદ્યાર્થીઓમાંથી માંગ ઉઠી છે. સુરત ડિવિઝનના માંડવી ડેપોથી સંચાલિત રૂટ માંડવી થી વહેલી સવારે 5:45 તેમજ બપોરે 12:30 દોડાવાતો હતો જે રુટ મહામારીમાં બંધ હતો પરંતુ હાલમાં રાજ્યના તમામ ડેપો દ્વારા તમામ રુટ શરૂ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં માંડવી ડેપો ના સંચાલકો ના અણધડ સંચાલન ને કારણે આ રૂટ પુનઃ શરૂ કરવા સંચાલકો આખ આડા કાન કરી મનસ્વી રીતે આ રૂટ શરૂ કરતા નથી જેના કારણે મુસાફરો તેમજ વિધાથી ઓ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ડેપો ખાતે અવાર નવાર મુસાફરો દ્વારા આ રૂટ શરૂ કરવા ફોન કરવામાં આવે છે ત્યારે આવકના બહાના બતાવવામાં આવે છે.
હાલમાં આ વિસ્તાર માંથી એક માત્ર મઢી-અંકલેશ્વર રૂટ સવારે 7 કલાકે તેમજ બપોરે ૩:00 કલાકે ઉપડે છે જે રુટ ને પણ તેના અસલ સમય મુજબ દોડાવવામાં આવતો નથી આ રૂટ પર ખખડધઝ વાહનો મોકલી આપવામાં આવે છે જે ઘણી વખત રસ્તા મા જ ખોટકાઈ જાય છે અને મુસાફરો રઝળી પડે છે જેથી આ વિસ્તાર ની પ્રજાની માંગ છે કે આ બન્ને રૂટ એના અસલ સમય મુજબ દોડાવવામા આવે તથા સારી કંડીશન નુ વાહન ફાળવવા માં આવે જેથી આ વિસ્તાર ની પ્રજા ની મુશ્કેલીઓ દુર થાય તે માટે સુરત વિભાગીય નિયામક શ્રી તાકીદે યોગ્ય નિર્ણય કરે તેવી લોકોની માંગ છે મુસાફરોની અને વિદ્યાર્થીઓની માંગ પુરી નહીં થાય તો ન છૂટકે વિદ્યાર્થીઓ અને મુસાફરો આંદોલન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.