તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઝંખવાવ ગામે મામલતદાર રેડ કરી રૂ. 2,53,000નું બાયો ડિઝલ સીઝ

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝંખવાવ ગામે બિનઅધિકૃત રીતે બાયોડીઝલ વેચાણ - Divya Bhaskar
ઝંખવાવ ગામે બિનઅધિકૃત રીતે બાયોડીઝલ વેચાણ
  • ઝંખવાવમાં સતાભાઈ ભરવાડ બિનઅધિકૃત રીતે વેપલો કરી રહ્યો હતો

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મામલતદાર અને પોલીસે સંયુક્ત રેડ કરી 2,53,000નો બાયોડીઝલનો જથ્થો સીઝ કરી બિન અધિકૃતવેચાણ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઝંખવાવ‌ માંડવી માર્ગ પર એક હોટલ ની બાજુમાં બિનઅધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમી સરકારી તંત્રને મળતા માંગરોળ મામલતદાર દિનેશભાઈ ચૌધરી નાયબ પુરવઠા મામલતદાર ગીરીશ ભાઈ પરમાર તેમજ સરકારી કર્મચારીઓની ટીમ અને માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઈ વગેરેની સંયુક્ત ટીમે રાત્રી દરમિયાન બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બિનઅધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું તંત્ર દ્વારા તપાસ કરતા સતાભાઈ રેવાભાઈ ભરવાડ (રહે ઝંખવાવ તા. માંગરોળ જિ. સુરત) દ્વારા બિન અધિકૃત બાયોડીઝલના વેચાણનો વેપલો થઈ રહ્યો હતો.

અધિકારીઓએ એક્સપ્લોઝિવ લાયસન્સ તેમજ તોલમાપનું પ્રમાણપત્ર માગવામાં આવ્યું હતું પરંતુ આવા કોઈ પુરાવાઓ વેચાણ કરનાર ઈસમ રજૂ કરી શક્યા ન હતા. સરકારી તંત્ર દ્વારા સેમ્પલ લઇ 3000 લીટર બાયોડીઝલ કિ. ₹ 1,53,000 નો બાયોડિઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ ટાકી સહિત અન્ય સામાન મળી કુલ 2,53,000 નો મુદ્દામાલ ‌સીઝ કરાયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી આ સ્થળે બાયોડીઝલ બિનઅધિકૃત રીતે વેચાણ થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...