પ્રસંશનીય કામગીરી:લવેટની ગુમ પરિણીતા અને પુત્રીને પોલીસ યુપીના બુલંદશહરથી શોધી લાવી

વાંકલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલી પરણિતા ને પોલીસે પરિવારને સોંપી - Divya Bhaskar
ગુમ થયેલી પરણિતા ને પોલીસે પરિવારને સોંપી
  • યુપીના યુવકે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી

માંગરોળ તાલુકાના લવેટ ગામની ગુમ થયેલી પરિણીતા અને તેની પુત્રીને માંગરોળ પોલીસે યુપીના બુલંદશહર જિલ્લામાંથી શોધી લાવી પ્રસંશનીય કામગીરી કરી હતી. 29 /3/ 2021 ના રોજ લવેટ ગામના ગોડાઉન ફળિયામાં રહેતી કૈલાસબેન તેજાભાઈ ચરમટાવાંકલ દવાખાને જાઉં છું તેવું કહી પુત્રી સાથે ગઈ હતી. ત્યારબાદ કૈલાસબેન પરત ઘરે નહી આવતા શોધખોળ આદરી હતી, પરંતુ પરિણીતાનો પત્તો નહીં મળતા આખરે તેજાભાઈએ માંગરોળ પોલીસમાં ફરિયાદ આપી હતી. કૈલાસબેને પતિ તેજાભાઈને ફોન દ્વારા જણાવ્યું કે એક ઈસમ મને ફસાવીને લઈ ગયો છે અને ત્રાસ આપી તરછોડી દીધી છે.

મારે પરત આવવું છે અને પોતે હાલ કયા સ્થળે છે તે પણ પરણિતાને ખબર નહીં હતી. બીજી તરફ સુરત જિલ્લા વડા ઉષા રાડા અને નાયબ પોલીસ વડા સી એમ જાડેજા દ્વારા જિલ્લામાં ગુમ થયેલા સ્ત્રી-પુરુષ બાળકોને સુધી કાઢવાની સૂચનાઓ પોલીસને મળી હતી માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી દ્વારા લવેટ ગામ ની પરિણીતા અને તેની પુત્રી ગુમ થયા અંગે જાણવા જોગ ફરિયાદ અનુસંધાનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં પરિણીતા દ્વારા તેમના પતિ ઉપર ફોન કરાયો હતો તેના લોકેશનના આધારે પોલીસને પરિણીતા બુલંદ શહર જિલ્લામાં હોવાની ખબર પડતાં આ દિશામાં તપાસ માટે નું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માંગરોળ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ બાબાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ .વુમન પોલીસ કોન્સ્ટેબલ કલ્પનાબેન દિનેશભાઈ વગેરે ની ટીમ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ યુ પી ના બુલંદશહર જિલ્લાના ખુરજાનગર ખાતે પહોંચી હતી.

ફોન લોકેશનના આધારે પરિણીતા કૈલાસબેન અને પુત્રી આકશા બંને મળી આવતા કબજો પોલીસે લીધો હતો. આખરે માંગરોળ પોલીસે ગુમ પરણિતા અને તેની પુત્રી બંનેને પતિ અને પરિવારજનોને સોપતા પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...