ગૌ કૃપા કથાનું ભવ્ય આયોજ:‘જ્યાં ગાય હોય તે ઘરમાં લક્ષ્મીજી વસે છે’

વાંકલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં ગૌ કૃપા કથાનું ભવ્ય આયોજન કરાયું

માંગરોળ તાલુકા ના ઝંખવાવ ગામે યોજાયેલી ભવ્ય ગૌ કૃપા કથા માં વક્તા સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજી દ્વારા ગૌરક્ષા અને પર્યાવરણ બચાવવાના મુદ્દે અનેક દ્રષ્ટાંતો સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે છેલ્લા ૩૧ વર્ષથી ગૌમાતાની રક્ષા અને પર્યાવરણ જાગૃતિ માટે પદયાત્રા કરી રહેલા ગુરુદેવ ભગવાન ના પરમ શિષ્ય સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજી ના સાનિધ્યમાં ઝંખવાવ ગામના મુખ્ય બજારમાં સાત દિવસીય ગૌકૃપા કથાના કાર્યક્રમનું આયોજન કરાયું છે કથાના પ્રથમ દિવસે હનુમાનજી મંદિરથી કથા સ્થળ સુધી ભવ્ય કળશયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા રાત્રે 8 વાગ્યા થી કથા નો પ્રારંભ થયો હતો સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજી એ ગૌ માતાની રક્ષા અને પર્યાવરણ જાગૃતિ અનુસંધાનમાં અનેક દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા જેમાં ગાય માતા નો મહિમા સમજાવ્યો હતો ગૌ આધારિત ચિકિત્સાના અનેક ઉપાયો તેમણે બતાવ્યા હતા ગાયની પરવરીશથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય રહેશે પરિવારને કોઈ મુશ્કેલી નહીં રહે.

ગાય આધારિત ચિકિત્સા ગાય આધારિત ખેતી અને ગાય આધારિત શિક્ષણ નો પૂર્ણ અમલ થશે ત્યારે આ સૃષ્ટિ પર સંસારનો કોઈ જીવ દુઃખી રહેશે નહીં અત્યાર ના સમયમાં ગાય અને નંદી ની કોઈ પરવરિશ કરતા નથી ગાય માતાને માનવે દૂર કરતા માનવી દુઃખી થઈ રહ્યો છે ખેતી કરનારા ખેડૂતો એ નંદીનો ખેતીમાં ઉપયોગ બંધ કરી દીધો ગાય રસ્તા ઉપર ભટકી રહી છે જો તમે ખરા અર્થમાં ગૌભક્ત છો ગાય માતાની રક્ષા કરવા માંગો છો તો મા માત્ર ગાયના દૂધ છાસ ઘીનો ઉપયોગ કરો તેની માંગ વધશે તો વેપાર કરતા દરેક લોકો ગાયની પરવરીશ કરશે ખેતીમાં નંદીનો ઉપયોગ કરો તો તેની રક્ષા થશે પરંતુ હાલના સમયે લોકો ગાય અને નંદી થી દૂર થઈ રહ્યા છે. અંતમાં કથાને વિરામ અપાતા ભક્તિભાવ સાથે ગૌ માતા ની આરતી કરવામાં આવી હતી ઝંખવાવ ગામ અને આસપાસના વિસ્તારના અનેક ગૌ ભક્તો એ સંગીત મય કથાનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...