મંજૂરી:કદવાલી, વડપાડા, ચોખવાડા માર્ગ 7 મીટર પહોળો કરાશે

વાંકલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી

ઉમરપાડાના કદવાલી વડપાડા ચોખવાડા માર્ગના નવીનીકરણ માટે 15 કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. કદવાલી – ચોખવાડા – વડપાડા રોડ 14.88 કિ.મી.ને હાલ હયાત 3.75 મીટરનો છે. આ રસ્તો લાંબા સમયથી બિસ્માર થયેલ હતો. જે રસ્તાને પહોળો ક૨વા ઉ૫૨૫ાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા તથા અમીષભાઈ વસાવા તેમજ તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ રજૂઆત કરવામાં આવી હતી, જે આધારે કદવાલી – ચોખવાડા – વડપાડા 7.00 મીટર પહોળો ક૨ી વાઈડનીંગ કામ માટે રૂા.15.00 કરોડ મંજૂર કરેલ છે. આ રસ્તો મંજૂર થતા કદવાલી, ઉમ૨ગોટ, ચોખવાડા, બિલવાણ, હલદરી તથા વડપાડા ગામોના અંદાજે 10 હજાર લોકોને રસ્તાનો લાભ થશે. આ રસ્તો રૂા.15.00 કરોડના ખર્ચે મંજૂર કરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...