રજૂઆત:બોગસ મતદારો બાબતે તકેદારી રાખવા રજૂઆત

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના બોરસરા પીપોદરા પાલોદ અને તરસાડી નગરમાં બોગસ મતદારોની નોંધણી નહીં થાય તેની તકેદારી રાખવા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. હાલમાં ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે, જેમાં નવા મતદારોના નામની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે માંગરોળ તાલુકાના બોરસરા પાલોદ પીપોદરા અને તરસાડી નગરમાં વસવાટ કરતા પરપ્રાંતીય લોકો પાસે પૂરતા પુરાવા લઈ જરૂરી ચકાસણી કરી પછી જ મતદાર તરીકે તેના નામની નોંધણી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, એડવોકેટ બાબુભાઈ ચૌધરી તેમજ દીપકભાઈ સહિતના આગેવાનોએ લેખિત રજૂઆતો તંત્રને કરી છે. જ્યારે એડવોકેટ બાબુભાઈ ચૌધરીએ આર ટી આઇ કરી ઉપરોક્ત ચાર ગામોમાં નવા મતદારો વિશે માહિતી માંગી છે.

અન્ય સમાચારો પણ છે...