તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાંકલમાં વાહનચાલકે બે સાયકલસવારને અડફેટે લેતાં 10 ફૂટ ઉછળતા સારવાર હેઠળ

વાંકલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માત કરી વાહન ચાલક ઘટનાસ્થળ પરથી ઝંખવાવ તરફ ભાગી છૂટયો

માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર પેટ્રોલ પંપ નજીક મોસાલી તરફથી આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે સાયકલ સવાર બે 15 વર્ષીય બે તરૂણો ને અડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડી વાહન ચાલક ભાગી છૂટયો હતો હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા છે.વાંકલના ગામીત ફળિયામાં રહેતા તરુણકુમાર મનોજભાઈ ગામીત ઉંમર વર્ષ 15 તેમજ જેનિષ કુમાર કમલેશભાઈ ગામીત ઉંમર વર્ષ 15. આ બંને તરુણો ધોરણ-10માં અભ્યાસ કરે છે.

સાંજના 7:30 કલાકે બંને મિત્રો વાંકલ ગામે મુખ્ય માર્ગ પર પેટ્રોલ પંપ નજીક સાઈકલ પર બજાર તરફ આવી રહ્યા હતા. ત્યારે મોસાલી તરફથી 100 કિ.મી.થી વધુની સ્પીડે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બંને સાઈકલ સવાર તરૂણોને અડફેટે લઇ 10 ફૂટ ઊંચે હવામાં ઉછળ્યા હતા અને રોડ પર પટકાતા જેનીશ ગામીતને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તરુણકુમાર ગામીતનેે ઇજાઓ થઇ હતી. વાહનચાલક પુરપાટ ઝડપે અકસ્માત સર્જી ઝંખવાવ તરફ ભાગી છૂટ્યો હતો.

રાત્રિ દરમિયાન ઘટના બની હતી. આ ઘટના સી સી ટી વી કેમેરામાં કેદ થઇ છે. ઇજાગ્રસ્ત તરુણકુમારને બારડોલી ખાતે આવેલી એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે, જ્યારે જેનીશને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સુરતની હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો