માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના મુખ્ય માર્ગ પર સ્વામિનારાયણ મંદિર નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે.
મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના ઉટેવા ગામના ત્રણ યુવકો ક્રિષ્નલ મુન્નાભાઈ ચૌધરી, નીરવ સુનિલભાઈ ચૌધરી, અને ભાવિન ધનસુખભાઈ ચૌધરી, પલ્સર બાઈક લઈને વાંકલ ગામે આવ્યા હતા, અને આ ત્રણેય યુવકો વાંકલ બજારથી રાત્રે 08:00 કલાકે પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ યુવકોની બાઈક મોસાલી તરફથી આવી રહેલા એક ટ્રક ડમ્પરની નીચે ઘુસી ગયા હતા.
બાઈક પર વચ્ચે બેઠેલા ક્રિષ્નલ મુન્નાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 20 નુ ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે નીરવ સુનિલભાઈ ચૌધરી અને ભાવિન ધનસુખભાઈ ચૌધરીનો એકદમ ઓછી ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને થતાં તેઓ સ્ટાફ સાથે અકસ્માતના સ્થળે આવી પહોંચ્યા હતા, અને ઇજા પામેલા યુવાનોને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. તેમજ અકસ્માત ગ્રસ્ત વાહન મરણજનાર યુવકની લાશનો કબજો લઇ કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.