તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાયરલ:વેરાકુઈમાં ભાજપી અગ્રણી ઈદ્રીશ મલેકની પુત્રીના લગ્નમાં ભીડ જામી

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભીડનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવી પડી
 • સામાન્ય લોકોના કાન આમળતું તંત્ર અહીં ધૃતરાષ્ટ્ર

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામે ભાજપના આગેવાન ઈદ્રીશભાઈ મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા. પરંતુ પોલીસ ફરકી ન હતી. પરંતુ લગ્નની ભીડનો વિડીયો વાઇરલ થયા બાદ આખરે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. અને ચાર વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી, જ્યારે આ કિસ્સામાં બે પોલીસ કર્મચારીઓ હેમંતભાઈ બાવાભાઈ અને બીપીનભાઈ ભરતભાઈ ને ઘટનાના સંદર્ભમાં જિલ્લા પોલીસવડાએ જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કર્યા છે.

વેરાકુઈ ગામના આગેવાન ઈદ્રીશભાઈ મલેકની પુત્રી સહાનાબાનુના લગ્ન હોવાથી તારીખ 24મી માર્ચ ના રોજ રાત્રી દરમિયાન ડીજે ઉપર નાચ ગાન ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. ભીડનો મહોલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી પોલીસે આ મુદ્દે ચકાસણી કરવામાં આવતા સોશિયલ ડીસ્ટન્સનો આભાવ માસ્ક સેનીટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો કોવિડ નિયમોનો ભંગ થતો હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરતા રાજકીય અગ્રણી ઈદ્રીશભાઈ મલેક તેમજ હરીશભાઇ સુમનભાઈ ગામીત (રહે આમખુટા) ગીરીશ ભાઈ જગુભાઈ ગામીત( રહે વેરાકુઈ) મકસુદ હબીબ મલેક (રહે ઝાખરડા ગામ).ની પોલીસે ધરપકડ કરી હતી.

અત્રે મહત્વની બાબત એ છે કે રાજકીય અગ્રણી ઇદ્રીશ મલેક મૂળ કોંગ્રેસના કાર્યકર હતા, અને તેમને નાની નરોલી જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસ પક્ષની ટિકીટ નહી મળતા પક્ષથી નારાજ થઈ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના ઉમેદવારને જીતાડવા તેમણે એડીચોટીનું જોર લગાવતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ ચૂંટણીની અદાવતમાં રાજકીય કિન્નાખોરી રાખી આ મામલાને ખોટી રીતે ઉછાળ્યો હોવાનો સીધો આક્ષેપ ઈદ્રીશ મલેકના ટેકેદારો દ્વારા કરાયો હતો. બીજી તરફ 2 પોલીસ કર્મચારીઓને પણ આ ઘટના જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો