• Gujarati News
  • National
  • In Vasaravi Chandaniya Village, Three People Who Came To Fill Cows For Slaughter Were Caught

ધરપકડ:વસરાવી ચાંદણીયા ગામમાં ટેમ્પો લઈ કતલ કરવા ગાયો ભરવા આવેેલા ત્રણ પકડાયા

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોસાડી ગામનો સુલેમાન મમજી સહિત બે વોન્ટેડ જાહેર

માંગરોળ તાલુકાના વસરાવી ચાંદણીયા ગામે છોટા હાથી ટેમ્પો અને બાઇક લઇને કતલ કરવા માટે ગાયો ભરવા ગયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે છોટા હાથી લઈને બે ઈસમો ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે.

કોસાડી ગામનો સુલેમાન ઈસ્માઈલ મમજી અને ઉઝેફા ઈકબાલ રંદેરા છોટા હાથી ટેમ્પો લઈને રાત્રિના સમયે વસરાવી ચાંદણીયા ગામે કતલ કરવા માટેની ગાયો લેવા ગયા હતા. ત્યારે આ કામમાં મદદ માટે કોસાડી ગામના અન્ય ત્રણ ઈસમો હમજા ઇલિયાસ ખૂણાવાળા જુનેદ યુસુફ ગંગાત અને આસિફ યુસુફ ભુલાને સુલેમાન મમજીએ પોતાની બાઇક આપી સાથે બોલાવ્યા હતા ત્રણેયને ટેમ્પોનું પાયલોટિંગ કરવા બદલ રૂપિયા 200 મજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ ઈસમો રાત્રે માંગરોળ તાલુકાના વસરાવી ગામેથી છોટા હાથી ટેમ્પો લઈને પૂરપાટ જતા હતા. ત્યારે માંગરોળ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી, જેથી પોલીસને શક જતા ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેમ્પો ચાલક ભાગી છૂટતા બાઈક પર પાછળ આવી રહેલા હમઝા ખૂણાવાળા જુનેદ ગંગાત અને આશિફ ભુલા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે બાઇક કબજે લઇ તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો સુલેમાન મમજી અને ઉઝેફા રંદેરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...